PAK એ કહ્યુ - કાશ્મીરી જો ભારતમાં ખુશ, તો તેમને ત્યા જ રહેવા દો

સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (11:09 IST)
પાકિસ્તાને ભારતને પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ નાદ ફેલાવવાની અનુમતિ ન આપવાનો આગ્રહ કરતા કહ્યુ કે યુદ્ધ કોઈપણ સમસ્યાનુ સમાધાન નથી હોઈ શકતુ. કાશ્મીરીઓએ પોતાના ભવિષ્યને જાતે જ પસંદ કરવાની તક આપવી જોઈએ. જો તેઓ ભારતમાં ખુશ છે તો તેમને ત્યાર રહેવા દો. 
 
શબ્દોની વાગ્બાણથી કશુ નહી થાય 
 
ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતે કલકત્તાના એક અંગ્રેજી છાપાને આપેલ ઈંટરવ્યુમાં ભારતના આરોપનુ ખંડન કર્યુ કે પાક્સિતાની આતંકવાદી રાષ્ટ્ર છે. તેમણે કહ્યુ કે આવા વાક્યો બોલવાથી કશુ નહી થય. તેમણે જમ્મુ-કાશ્મીરના ઉરીમાં થયેલ આતંકવાદી હુમલા પછીની સ્થિતિને મુશ્કેલ બતાવતા આશા બતાવી કે તેના કૂટનીતિક સમાધન કાઢી શકાય છે. 
 
યુદ્ધ સમાધાન નથી 
 
બાસિતે કહ્યુ અમે મુશ્કેલ સ્થિતિમાં છીએ પણ આપણે યુદ્ધ વિશે નથી વિચારી રહ્યા. જંગ સમાધાન નથી. તેનાથી મુશ્કેલીઓ વધી જાય છે.  આપણે આપણા ભાષણોને અસરદાર બનાવવા માટે યુદ્ધોન્માદ ફેલાવવાની પરમિશન ન આપવી જોઈએ. બંને પક્ષોને પરિપક્વતા બતાડવી પડશે અને વાતચીતને કેટલાક સમય માટે બાજુ પર મુકી શકાય છે પણ આપણા પડકારોનુ સમાધાન વાતચીત અને શાંતિ પૂર્ણ  ઉપાયોથી જ થઈ શકે છે. તેમણે કહ્યુ કે તેમણે આશા છે કે કૂટનીતિક ઢંગથી સમસ્યાઓનુ સમાધાન કરી લેવામાં આવશે.   હુ રાજનાયિક છુ અને આશાવાદી છુ. 

વેબદુનિયા પર વાંચો