ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીરા ટંડન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના સેક્રેટરી બનાવાયા

શનિવાર, 23 ઑક્ટોબર 2021 (11:18 IST)
ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીરા ટંડનને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના સ્ટાફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. નીરા આ પદને હાંસલ કરનારા પ્રથમ ભારતીય મૂળના અમેરિકી નાગરિક છે. નીરા ટંડનને આના પહેલા ગત મે મહિનામાં રાષ્ટ્રપતિ જો બાઈડનના વરિષ્ઠ સલાહકાર બનાવવામાં આવ્યા હતા. હવે તેઓ સ્ટાફ સેક્રેટરી બની ગયા છે માટે તેમના પાસે રાષ્ટ્રપતિ બાઈડનના તમામ દસ્તાવેજોનું નિયંત્રણ રહેશે. 
 
ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીરા ટંડન માટે આ ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે. અગાઉ ગત મે મહિનામાં તેમને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વ્હાઈટ હાઉસમાં સ્ટાફ સેક્રેટરી સન્માનજનક પદ ગણાય છે. અત્યાર સુધી આ પદે ભારતીય મૂળનું કોઈ નાગરિક નિયુક્ત નહોતું થયું. 
 
વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર