Myanmar earthquake latest video: ઝૂલતી બિલ્ડિંગ અને રસ્તા પર ડગમગતા વાહનો, ક્યાક ફાટી ઘરતી તો ક્યાક પુલ બન્યો સમુદ્ર

શનિવાર, 29 માર્ચ 2025 (15:05 IST)
મ્યામારમાં આવેલા પ્રલયકારી ભૂકંપનો લેટેસ્ટ VIDEO જોઈને તમારુ દિલ કાંપી જશે. તમારા શ્વાસ તેજ થઈ જશે. તમારા દિલની ધડકનો એંજિનની જેમ ધડકવા માંડશે. મહાવિનાશકારી ભૂકંપનો આ વીડિયો તમારુ મગજ હલાવી નાખશે. શુક્રવારે મ્યામારમા આવેલ 7.7 ની તીવ્રતાના આ ભૂકંપથી થાઈલેંડ સુધી ભારે તબાહી થઈ છે.  આ ભૂકંપથી અત્યાર સુધી 1000 થી વધુ લોકો માર્યા ગયા છે સાથે જ અનેક હજાર લોકો કાટમાળ નીચે દબાયેલા છે જેમને રસ્ક્યુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.   
 
મ્યામાર અને થાઈલેંડના ભયાનક ભૂકંપના લેટેસ્ટ વીડિયોમાં તમને ગગનચુંબી ઈમારતો પણ કોઈ હીંચકાની જેમ હલતી અને સેંકડો વાહન રસ્તા પર ડગમગતા જોઈ શકશો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે રસ્તા પર ચાલી રહેલા વાહનો અચાનક ડગમગવા માંડે છે આ વીડિયો ખૂબ જ ભયાનક છે. 
 
વીડિયો નંબર - 1 
વીડિયો નંબર - 2 આ વીડિયોમાં એક ગગનચુંબી ઈમારતમાં બનેલા પુલમાં તમને સમુદ્ર જેવી લહેરો ઉઠતી દેખાય રહી છે. તેનાથી ભૂકંપની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે.  
 
વીડિયો નંબર 3-આ વીડિયોમાં એક ઘર એવુ હલી રહ્યુ છે જાણે કોઈ નાનુ ઝાડને  કોઈ શક્તિશાળી વાવાજોડુ જડ સુધી જોર જોરથી હલાવી રહ્યુ હોય. 
વીડિયો નંબર 4- આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે 78મા માળ પર સ્કાઈ વૉક કરવા પહોચેલા લોકો કેવી રીતે બિલ્ડિંગ હલવાથી ભયમાં છે. પાસે મુકેલ સામાન પણ આમથી તેમ સ્લાઈડિંગ કરતો હોય તેવો લાગી રહ્યો છે. 
 
વીડિયો નંબર 5- આ વીડિયો ખૂબ ખતરનાક દેખાય રહ્યો છે. તેમા ઘરતી એકદમ ફાટી ગઈ છે. અહી ખૂબ ઊંડાણમાં દરારો જોવા મળી રહી છે.  

 
વીડિયો નંબર 6- આ વીડિયોમાં ભૂકંપ આવ્યા બાદ ગગનચુંબી ઈમારતની છત પર બનેલ પુલ માંથી પાણી  ઝરણાની જેમ પડતુ જોવા મળી રહ્યુ છે.  તેમા ભૂકંપ આવવાના સમયે એક વ્યક્તિ બિલ્ડિંગ પરથી લટકી રહેલો દેખાય રહ્યો છે. જે ભૂકંપ પહેલા બિલ્ડિંગની સફાઈ કરી રહ્યો હતો. તે ખૂબ ગભરાયેલો દેખાય રહ્યો છે.  

 
વીડિયો નંબર  7- આ વીડિયોમા ઘરતી ફાટવાથી નળમાંથી અને જમીનમાંથી આપમેળે જ અનેક સ્થાન પરથી પાણી નીકળી રહ્યુ છે.  
વીડિયો નંબર 8 - આ વીડિયો દક્ષિણ-પશ્ચિમી ચીનના યુન્નાન ક્ષેત્રના રુઈલીમાં આવેલ એક પ્રસુતિ કેન્દ્રનુ છે. જ્યા ભીષણ ભૂકંપ વચ્ચે નર્સો નવજાત બાળકોની રક્ષા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે મ્યાંમારમાં એક ઘાતક ભૂકંપ આવ્યો તો તેની તીવ્રતા 7.7 હતી. જેનાથી સીમા પાર યુન્નાન સુધી તીવ્ર આંચકા અનુભવાયા. આ દરમિયાન હોસ્પિટલની બિલ્ડિંગ પણ ઝૂલવા માંડી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર