ટ્રમ્પે ટ્રુડોની મજાક ઉડાવી હતી
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તાજેતરમાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની મજાક ઉડાવી હતી. ટ્રમ્પે ટ્રુડોને કેનેડાના ગવર્નર ગણાવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુડોને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઓફર કરી હતી. હકીકતમાં, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો કેનેડાની સરકાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ત્યાંથી અમેરિકા આવતા ગેરકાયદે ડ્રગ્સના પ્રવાહને રોકવામાં નિષ્ફળ જશે, તો કેનેડા પર 25 ટકા ડ્યુટી (ટેક્સ) લાદવામાં આવશે. ટ્રુડોએ આ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ પ્રકારની ફી કેનેડાની અર્થવ્યવસ્થાને બરબાદ કરશે.