Japan Creepy Dolls: આ ગામમાં 18 વર્ષથી નથી જન્મ્યુ કોઈ બાળક, ડોલ્સે ખેચ્યુ લોકોનુ ધ્યાન

શનિવાર, 4 જૂન 2022 (18:02 IST)
Japan nagoro Creepy Dolls: જાપનના ટોકુશીમા ગામમાં(Tokushima) શિકોકૂ(Shikoku Island)દ્વીપમાં નાગોરો નામનુ એક સ્થાન છે.  આ સ્થાનને નિસંતાન ગામ કહેવામાં આવે છે. અહી આવ્યા પછી એક મહિલા એકલતાથી એટલી કંટાળી ગઈ કે તેણે સેંકડો ખતરનાક માણસો જેટલી મોટી ઢીંગલી ઢીંગલા બનાવીને ગામને ભરી નાખ્યુ.  આ સ્થાનને હવે ઢીંગલાઓનુ ગામ  (Dolls Village) ના નામથી ઓળખવામાં આવે છે. 
 
30 થી પણ ઓછા લોકો રહેતા 
 
'ડેઇલી સ્ટાર'ના અહેવાલ મુજબ, આ મહિલાનું નામ અયાનો ત્સુકિમી છે. ગુડિયા ગામની વાત કરીએ તો અહીં 30થી ઓછા લોકો રહે છે. જ્યારે અયાનો આ ગામમાં આવી ત્યારે તેણે જોયું કે અહીં વધુ લોકો નથી, બાકી રહેલા લોકોમાં ફક્ત વૃદ્ધો જ છે. છેલ્લા 18 વર્ષથી અહીં કોઈ બાળકનો જન્મ થયો નથી. જેના કારણે અહીં બાળકોનુ નામોનિશાન નથી. આવી સ્થિતિમાં, મહિલાએ ઘટતી વસ્તીની એકલતા દૂર કરવા માટે વિશાળ માનવ કદની ઢીંગલીઓ બનાવવાનું શરૂ કર્યું.
 
 
350 થી વધુ હાથથી બનાવેલી ડોલ્સ
અયાનો ત્સુકીમીએ  અત્યાર સુધીમાં 350થી વધુ હાથથી બનાવેલી ઢીંગલી બનાવી ચૂક્યા છે. આ કુશળ ઢીંગલી નિર્માતાને  ખબર નહોતી કે 30 થી ઓછા રહેવાસીઓ સાથે ખાલી પડેલા ગામને ભરવાની તેની યોજના એક દિવસ પ્રવાસીઓનું આકર્ષણ બની જશે. દર વર્ષે 3 હજાર લોકો આ ગામને જોવા આવે છે.
 
માનવ સ્વરૂપમાં ઢીંગલી
પહેલા જ્યાં આ ગામ ડરામણું માનવામાં આવતું હતું, પરંતુ હવે ઢીંગલીના કારણે પ્રખ્યાત થઈ ગયું છે. અહીં દરેક પ્રકારની ઢીંગલીઓ જોવા મળશે, જે દરેક જગ્યાએ હાજર છે. ઢીંગલી તરીકે બાગકામ કરતા વડીલો, બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા પરિવારો, એટલુ જ નહી ખાલી થઈ ગયેલી શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓના રૂપમા પણ.
 
અગાઉ 300 થી વધુ લોકો હતા
અયાનોએ કહ્યું કે તેણે તેના પિતાની યાદમાં આ યોજના ઘડી હતી, જે પાછળથી વિશ્વના સૌથી ડરામણા પ્રવાસી આકર્ષણોમાંનું એક બન્યું. એક સમયે આ ગામમાં 300 થી વધુ લોકો રહેતા હતા. પરંતુ સમય જતાં અહીં વસ્તી ઘટવા લાગી. અયાનો પણ આ ગામમાં મોટો થયો હતો. જર્મન ફિલ્મ નિર્માતા ફ્રિટ્ઝ શુમાને પણ વર્ષ 2014માં તેમના પર ફિલ્મ બનાવી છે.
 
દર વર્ષે બિજુકા ફેસ્ટિવલ
દર વર્ષે ઓક્ટોબરના પહેલા રવિવારે આ ગામમાં બિજુકા ફેસ્ટિવલ યોજાય છે, જેને જોવા માટે પ્રવાસીઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. અયાનોને ઢીંગલી બનાવવામાં લગભગ ત્રણ દિવસ લાગે છે. આ માટે તે અખબાર, કપાસ, બટનો, વાયર અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરે છે. ઢીંગલી તૈયાર થઈ ગયા પછી, તે તેમને જૂના કપડાં પહેરાવી દે છે.
Japan Childless Village

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર