ઈમરાન ખાને પાકિસ્તાનના 22માં પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધા. પૂર્વ ક્રિકેટરને દેશની નવી ચૂંટાયેલી સંસદે ગઈકાલે જ પોતાના નવા પ્રધાનમંત્રી તરીકે તેમને પસંદ ક અર્યા. પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પ્રમુખ 65 વર્ષીય ખાન ગઈકાલે સામાન્ય બહુમતથી નવા પ્રધાનમંત્રી તરીકે પસંદગી પામ્યા. રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને આજે તેમને ગોપનીયતાની શપથ અપાવી. ઉલ્લેખનીય છે કે દેશમાં 25 ઉઉલાઈના રોજ થયેલ સામાન્ય ચૂંટણીના ત્રણ અઠવાડિયા પછી તેમણે નવા પ્રધાનમંત્રી પદની શપથ લીધી. આ દરમિયાન ઈમરાનના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે પૂર્વ ક્રિકેટર અને પંજાબના સ્થાનીક મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાન પહોંચ્યા. તેઓ ઈમરાનને ભેટ સ્વરૂપ પશ્મીનાની શોલ આપી. સિદ્ધુ પાસે 15 દિવસનો વીઝા છે.
- ઈમરાન ખાનનુ શપથ ગ્રહણ સમારંભનો કાર્યક્રમ શરૂ
- ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા મનેકા ઈસ્લામાબાદમાં થઈ રહેલ શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા પહોંચી છે.