ટ્રમ્પે ભારતને ગણાવ્યો સાચો મિત્ર - મોદીને ફોન પર આપ્યુ અમેરિકા આવવાનુ આમંત્રણ

બુધવાર, 25 જાન્યુઆરી 2017 (10:58 IST)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રંપે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. વ્હાઈટ હાઉસના જણાવ્યાં મુજબ ટ્રમ્પે ભારતને સાચો મિત્ર કહીને પીએમ મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ પણ આપ્યું છે.  બન્ને નેતાઓ વચ્ચે વેપાર, રક્ષા અને આતંકવાદ જેવા મહત્વપુર્ણ મુદ્દાઓ પર વાત થઈ હતી. 
 
   બન્ને નેતાઓ વચ્ચેની વાતચીતની જાણકારી આપતાં વ્હાઈટ હાઉસે જણાવ્યું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રંપે ભારપુર્વક કહ્યું કે, અમેરિકા ભારતને પોતાનો સાચો મિત્ર માને છે. સાથે જ વિશ્વના પડકારો સામે લડવા માટે ભાગીદાર પણ માને છે.
 
 બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ જેવા કે ઈકોનોમી અને ડિફેન્સ પર બંને દેશો વચ્ચે ભાગીદારી મજબુત કરવા પર ભારત અપાયો. આ ઉપરાંત બંને વચ્ચે સાઉથ અને સેન્ટ્રલ એશિયામાં સુરક્ષાના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થઈ.  બન્ને નેતાઓ વચ્ચેની વાતચીતની જાણકારી આપતાં વાઈટ હાઉસે જણાવ્યું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રંપે ભારપુર્વક કહ્યું કે, અમેરિકા ભારતને પોતાનો સાચો મિત્ર માને છે. સાથે જ વિશ્વના પડકારો સામે લડવા માટે ભાગીદાર પણ માને છે.
   
અમેરિકી રાષ્ટ્રપતિએ ફોન કરીને વડાપ્રધાન મોદી સાથે વાત કરી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું. સામે પીએમ મોદીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબુત બનાવવા પર ભાર મૂક્યો.
 
રાષ્ટ્રપ્રમુખ ટ્રંપ અને પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ વિરુદ્ઘ વૈશ્વિક લડાઈમાં સાથે ચાલવાનો સંકલ્પ લીધો. પીએમ મોદી દુનિયાભરના દેશોના એવા પાંચમા નેતા છે, જેમની સાથે ડોનલ્ડ ટ્રંપે શપથ લીધા પછી વાતચીત કરી છે

વેબદુનિયા પર વાંચો