ચીનમાં ભૂકંપના આંચકા, રિક્ટર પર તીવ્રતા 6.7
ચીનમાં રાત્રે ભૂકંપના જબરદસ્ત આંચકા આવ્યા. રિક્ટર પર તેની તીવ્રતા 6.7 હતી. ઓટોનોમસ વિસ્તાર શિનજિયાંગ ઉઇગરના અક્ટો કાઉન્ટીમાં લોકોએ ઝાટકા અનુભવ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિના મૃત્યુ પામવાના અહેવાલ છે. ઘણા બિલ્ડિંગ્સ અને રેલવે લાઇનને ખૂબ નુકસાન પહોંચ્યું છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, કિજિલ્સૂ કિરઘિજ ઓટોનોમસ પ્રોવિન્સમાં ભૂકંપના આંચકાથી એક વ્યક્તિનું મોત થયું છે. તે ગામમાં છ ઘર સંપૂર્ણ રીતે ધ્વંસ્ત થઇ ગયા. લોકલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે, ભૂકંપનું સેન્ટર ઠંડા વિસ્તારોમાં જમીનથી 10 કિમી નીચે હતું, જેને ઓછી વસ્તીવાળા વિસ્તાર માનવામાં આવે છે. ભૂકંપના આંચકા અનુસાર, રાત્રે 10.24 કલાકે અનુભવાયા હતા. સધર્ન શિનજિયાંગમાં રેલવે સ્ટેશનને બંધ કરવામાં આવ્યું હતું.