Imran Khan arrested - પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને આ કેસમાં તેમને ત્રણ વર્ષની સજા સભળાવી છે. પાકિસ્તાની ટીવી ચેનલ જિયો ન્યૂઝે આ અંગે માહિતી આપી છે. સમાચાર અનુસાર, જિલ્લા-સત્ર અદાલતે પૂર્વ પીએમ ઈમરાન ખાનને દોષિત ઠેરવ્યા છે અને તેમને આ કેસમાં ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ પછી ઈસ્લામાબાદ પોલીસે ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
- ઈમરાન ખાનની મુશ્કેલી વધી
- ઈમરાન ખાન પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.
- ઈમરાન ખાનને કોટ લખપત જેલમાં લઈ જવામાં આવી રહ્યો છે.
- જામ પાર્ક પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શુક્રવારે તોશાખાના કેસની અરજીને ફગાવી દેતાં સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે આ કેસને અન્ય કોઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજી ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. કોર્ટે આશા વ્યક્ત કરી હતી કે ઈસ્લામાબાદ હાઈકોર્ટ કાયદા અનુસાર નિર્ણય કરશે.