આજે પ્રણવ મુખર્જીને વિદાય આપશે સાંસદ, કાલે પીએમે મોદીએ આપ્યું હતું ડિનર

રવિવાર, 23 જુલાઈ 2017 (10:26 IST)
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની વિદાય પ્રસંગે આજથી ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે સાંસદો વિદાય આપશે. સંસદના સેન્ટ્રલ હોલમાં વિદાય કાર્યક્રમ યાજાશે. આજે પ્રણવ મુખર્જી સાંસદોને અંતિમ વખત સંબોધન કરશે.
24  જુલાઇએ મુખરજીના કાર્યકાળનો આખરી દિવસ છે. 22 જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રણવ’દાના સન્માનમાં ભવ્ય રાત્રી ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. 23 જુલાઇએ સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિને સાંસદો તરફથી વિધિવત વિદાય આપવામાં આવશે. આ પ્રસંગે તેમને એક કોફી ટેબલ બુક પણ ભેટ આપવામાં આવશે, જેના પર તમામ સાંસદોની સહીઓ હશે.
 
નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 જુલાઇએ શપથ લેશે.પ્રણવ મુખર્જીની વિદાય બાદ 25 જુલાઇએ રામનાથ કોવિંદનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવશે. તે જ દિવસે રામનાથ કોવિંદ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં શપથ લેશે.
 
 
 

વેબદુનિયા પર વાંચો