મ્યાનમારમાં ફરી ભૂકંપના આંચકા, ભારતના આ રાજ્યમાં પણ વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા

શુક્રવાર, 18 એપ્રિલ 2025 (08:10 IST)
વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધરતી ફરી ધ્રૂજી ઉઠી હતી. આજે સવારે મ્યાનમાર અને ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં સવારે 3 વાગે રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં જ પૃથ્વીની નીચે 10 કિલોમીટરની ઊંડાઈમાં જોવા મળ્યું હતું. જો કે આ ભૂકંપને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, પરંતુ 29 માર્ચે આવેલા ભયાનક ભૂકંપ બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે.
 
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, મ્યાનમાર પહેલા ભારતના મેઘાલય જિલ્લામાં ભૂકંપના આંચકાથી જમીન હચમચી ગઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 માપવામાં આવી હતી. મેઘાલયના પૂર્વ ગારો હિલ્સ વિસ્તારમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 10 કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યું હતું. તમને જણાવી દઈએ કે ગઈકાલે પણ મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર