પગલા મસ્જિદમાં ફરી નીકળ્યો નોટોનો ભંડાર, 28 કોથળાઓમાં મુકવામાં આવી રોકડ, ગણવા માટે લાગી 400 લોકોની ટીમ

સોમવાર, 14 એપ્રિલ 2025 (11:44 IST)
pagla mosque
પગલા મસ્જિદમાં દાન કરવામાં આવેલી નોટોને ગણવા માટે 400 લોકોની ટીમ લગાવવામાં આવી છે. આ મસ્જિદમાં 4 મહિના 12 દિવસ પછી દાન પેટીઓ ખોલવામાં આવી છે. આ પહેલા પણ અહી કરોડોની કેશની ચુકવણી કરવામાં આવી ચુકી છે.   
 
બાંગ્લાદેશના કિશોરગંજ જીલ્લામાં પગલા મસ્જિદ છે. અહી મસ્જિદ એકવાર ફરી ચર્ચાનો વિષય બની છે. આ મસ્જિદમાં 4 મહિનાની અંદર કરોડોનુ દાન કરવામાં આવ્યુ છે. જ્યા 28 કોથળામાં બાંગ્લાદેશી રૂપિયાને ભરવામાં આવ્યા છે. જેને ગણવા માટે 400 લોકોની ટીમ લગાવવામાં આવી છે. 
 
11 દાન પેટીઓ ખોલવામાં આવી 
ઢાકા ટ્રિબ્યૂનની રિપોર્ટ મુજબ કિશોરગંજના ડેપ્યુટી કમિશનર અને પાગલા મસ્જિદ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ ફૌજિયા ખાન અને પોલીસ અધીક્ષક મોહમ્મદ હસન ચૌધરીની હાજરીમાં પગલા મસ્જિદની દાન પેટીઓ ખોલવામાં આવી. મેનેજમેંટ કમિટીની અધ્યક્ષ ફૌજિયા ખાને જણાવ્યુ કે આ વખતે 11 વાર દાન પેટીઓ ખોલવામાં આવી છે. એકત્ર કરવામાં આવેલી રોકડની ગણતરી કરવા માટે મસ્જિદના બીજા માળ પર લાવવામાં આવી છે.  
 
મસ્જિદના બેંક ખાતામાં 80.75 કરોડ ટકા 
 આ સાથે ફૌજિયા ખાને જણાવ્યુ કે જો કે મસ્જિદમાં દાનની પેટી સામાન્ય રીતે દર ત્રણ મહિનામાં ખોલવામાં આવે છે. આ વખતે તેને ચાર મહિના અને 12 દિવસ પછી ખોલવામાં આવી છે. વર્તમાનમાં મસ્જિદના બેંક ખાતામાં  80.75 કરોડ ટકા (બાંગ્લાદેશી રૂપિયા) છે. 
 
400 લોકોની ટીમ કરી રહી છે નોટોની ગણતરી 
પગલા મસ્જિદમાં દાનની રકમ ગણવા દરમિયાન  બેંકના એડિશનલ ડેપ્યુટી કમિશનર અને રૂપાલી બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર (એજીએમ) મોહમ્મદ અલી હરેસીએ પણ હાજરી આપી હતી. મસ્જિદ પ્રબંધન સમિતિના સભ્યો શિક્ષકો અને મસ્જિદ ચોકમાં આવેલ મદરસા અને અનાથાલયના વિદ્યાર્થીઓ સહિત લગભગ 400 લોકોની એક ટીમની ગણતરી પ્રક્રિયામાં ભાગ લીધો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર