અમેરિકાના લાસ વેગાસમાં થઈ ફાયરિંગમાં 58ના મોત, 500થી વધુ ઘાયલ, ISISએ લીધી જવાબદારી

મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (10:59 IST)
પોતાની આલિશાન જીવનશૈલી માટે જાણીતા અમેરિકાના લાસ વેગાસ શહેરમાં રવિવારે રાત્રે એક સંગીત સમારંભમાં થયેલ ગોળીબારમાં 58 લોકોના મોત થઈ ગયા અને 500થી વધુ લોકો ઘાયલમાંથી અનેકની સ્થિતિ ગંભીર બતાવી છે.  આધુનિક અમેરિકી ઈતિહાસમાં આ ગોળીબારની અત્યાર સુધીની સૌથી ઘાતક ઘટના છે. બીજી બાજુ ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે.  આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે કહ્યુ કે હત્યાઓ માટે જવાબદાર વ્યક્તિ તેમનો એક સૈનિક હતો. એફઈબાઈનુ કહેવુ છે કે તેને આવા કોઈ સંબંધ વિશે હાલ માહિતી નથી મળી.   
 
ડેઇલી મેલના અહેવાલ અનુસાર, Mandalay Bay રિસોર્ટ એન્ડ કસિનોમાં આ ઘટના બની હતી. 15 એકરમાં ફેલાયેલા એક રિસોર્ટ અને કસિનોમાં છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે ત્રણ દિવસનો મ્યૂઝિક ફેસ્ટિવલ યોજાય છે. રવિવારે રૂટ 91 મ્યૂઝિક ફેસ્ટિવલનો અંતિમ દિવસ હતો ત્યારે ફાયરિંગ થયું હતું.
 
3 કોન્સર્ટમાં હાજર લોકોના કહેવા પ્રમાણે, હુમલો થયો ત્યારે સિંગર જેસન અલ્ડીયન પરફોર્મ કરી રહ્યા હતા. જેવો ફાયરિંગનો અવાજ સાંભળ્યો કે તેમણે પરફોર્મ રોકી દીધું હતું. હુમલા બાદ કસિનોમાં અફરાતફરી મચી ગઇ હતી. હુમલા બાદ લાસ વેગાસના મૈક્કૈરેન ઇન્ટરનેશનલ એરપોર્ટથી 20થી વધુ ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર