ભારત ફક્ત બકબક કરી શકે છે
ચીનની સરકારી મીડિયાએ બુધવારે કહ્યુ કે ભારતીય સોશિયલ મીડિયા પર ચીનમાં બનેલ સામાનનો બહિષ્કાર માટે કરવામાં આવેલ અહ્વાન ફક્ત ભડકાઉ છે. કારણ કે ભારતીય ઉત્પાદ ચીની ઉપ્તાદને ટક્કર નથી આપી શકતા. ચીન છાપુ ગ્લોબલ ટાઈમ્સના લેખમાં ભારત પર જોરદાર નિશાન સાધતા કહેવામાં આવ્યુ છે કે ભારત ફક્ત બકવાશ કરી શકે છે. બંને દેશોમાં વધતા વેપાર ખોટ વિશે કશુ નથી કરી શકતુ.
પીએમ પર સાધ્યુ નિશાન
લેખમાં લખવામાં આવ્યુ છે કે સોશિયલ મીડિયા પર ભારતના લોકો દ્વારા બતાવવામાં આવેલ ગર્મજોશી બેકાર છે. પણ હકીકત એ છે કે તેઓ આને લઈને કશુ નથી કરી શકતા. ભારતની મજાક ઉડાવતા કહેવામાં આવ્યુ કે ભારત હજુ રોડ-હાઈવે બનાવવા જેવી પરેશાનીઓનો સામનો કરી રહ્યુ છે. એટલુ જ નહી લેખમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધતા તેમની મનપસંદ પરિયોજના મેક ઈન ઈંડિયાને પણ અસંભવ બતાવવામાં આવી. લેખમાં ચીનની કંપનીઓને પણ ભારતમાં રોકાણ ન કરવાની સલાહ આપવામાં આવી અને લખવામાં આવ્યુ કે ભારતમાં રોકાણ કરવુ સુસાઈડ કરવા જેવુ છે.