આ મોડલ રોજ ભુંડના લોહીથી ન્હાય છે !!

સોમવાર, 20 એપ્રિલ 2015 (18:12 IST)
કેલીફોર્નિયાની એક સુંદરી ભુંડના લોહીથી ન્હાય છે.  તે ભૂંડના લોહીથી એ માટે ન્હાય છે કારણ કે તે પોતાની જવાની કાયમ રાખવા માંગે છે. 
 
તે વ્યવસાયે એક મોડલ છે અને પોતાની જવાનીને લઈને ખૂબ ઝનૂની છે. તે પોતે શાકાહારી છે છતા તે ભૂંડના લોહીથી સ્નાન કરે છે.  આશ્વર્યની વાત એ છે કે તેની વય માત્ર 19 વર્ષની છે. 
 
એમટીવી ટૂ લાઈફના એક એપિસોડમાં બતાવ્યુ છે કે આ મોડલનો દાવો છે કે આ રીતે લોહીથી સતત ન્હાવાથી તેની જવાની કાયમ રહેશે. મૉડલનુ નામ ચાનલ છે અને તે કેલીફોર્નિયાની રહેનારી છે. 
 
તે બતાવે છે કે આવુ હજારો વર્ષ પહેલા લોકો કરતા હતા અને આવુ કરવાથી તે જવાન રહેવામાં સફળ પણ થયા હતા. તેથી તેઓ આવુ કરે છે. તે બતાવે છે કે તેણે વૃદ્ધ થવાનો  અને ચેહરા પર કરચલીઓ પડવાનો ખૂબ ભય લાગે છે. તેથી તે તેનાથી બચવા જે કરવાનુ હશે તે બધુ જ કરશે.  
 
તે જણાવે છે કે આટલી જવાન હોવા છતા તેની બોડીમાં તેને વૃદ્ધ થવાના નિશાન દેખાવા લાગ્યા છે. તેથી તેને લાગે છે કે તેનાથી તેનુ મોડેલિંગ કેરિયર ખતમ થઈ જશે.  તેણે કહ્યુ કે જ્યારથી તે ભૂંડના લોહીથી ન્હાવા લાગી છે તેની બોડી સોફ્ટ થઈ ગઈ છે. 
 
( Photo courtesy : Daily Mail)

વેબદુનિયા પર વાંચો