વાવાઝોડાં રાફેલને કારણે સક્યૂબામાં વીજપુરવઠો ખોરવાઈ ગયો

ગુરુવાર, 7 નવેમ્બર 2024 (18:23 IST)
વાવાઝોડાં રાફેલને કારણે સમગ્ર ક્યૂબામાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે અને અંધારપટ છવાઈ ગયો છે.
 
મળતી મહિતી પ્રમાણે, હરિકૅન રાફેલે બપોરના સમયે પાટનગર હવાના પાસે અર્ટેમિસા પાસે લૅન્ડફૉલ થયું હતું. એ સમયે તેની ઝડપ 185 કિલોમીટર પ્રતિકલાકની હતી.
 
રાફેલ 'ત્રીજી શ્રેણી'નું વાવાઝોડું હતું અને તે ત્રાટક્યું એ પહેલાં 70 હજાર લોકોને સલામતસ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. એ સમયે ભારે પવન, પૂર અને જમીન ધસવાની ચેતવણી આપવામાં આવી હતી.
 
રાષ્ટ્રીય ઊર્જા કંપનીએ નિવેદન બહાર પાડીને કહ્યું, "હૅરિકેન રાફેલ ત્રાટક્યું તેના કારણે રાષ્ટ્રીય ઇલૅક્ટ્રિસિટી વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી."
 
વાવાઝોડાંને કારણે પશ્ચિમ ક્યૂબામાં ભારે વરસાદ નોંધાયો હતો. રાફેલને કારણે કૅમૅન આઇલૅન્ડ્સ તથા અમેરિકાના ફ્લૉરિડામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
 
ઉલ્લેખનીય છે કે લગભગ એક પખવાડિયા પહેલાં ક્યૂબા ઉપર ઑસ્કર નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું, ત્યારે પણ લાખો લોકો વીજવિહોણાં બની ગયા હતા અને વીજવિતરણના માળખાને નુકસાન પહોંચ્યું હતું. 
 
હરિકૅન ઑસ્કરને કારણે છ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર