સ્પેનમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે

શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (15:00 IST)
-14 માળની ઈમારત થઇ આગમાં ખાક
-છ ફાયર ફાયટર સહિત 14 લોકો ઘાયલ થયા છે
-આ બિલ્ડિંગમાં 138 ફ્લેટ છે અને તેમાં 450 લોકો રહેતા હતા.
 
Spain Fire news- સ્પેનના વેલેન્સિયા શહેરમાં ગુરુવારે બે બહુમાળી ઈમારતોમાં લાગેલી ભીષણ આગમાં ચાર લોકોના મોત થયા છે અને છ અગ્નિશામકો સહિત 14 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ લગભગ 19 લોકોનો પત્તો લાગ્યો નથી.
ઈમરજન્સી સર્વિસીસના જણાવ્યા મુજબ, આગ ગઈકાલે સ્થાનિક સમય મુજબ સાંજે 5.30 વાગ્યે કેમ્પનાર વિસ્તારમાં 14 માળના બ્લોકમાં લાગી હતી અને થોડી જ ક્ષણોમાં નજીકની ઈમારતમાં ફેલાઈ ગઈ હતી.
 
તેમણે કહ્યું, “આગ બિલ્ડિંગના ચોથા માળે લાગી હતી. થોડી જ વારમાં આખી ઈમારત તેની લપેટમાં આવી ગઈ અને ત્યાર બાદ તે નજીકની બીજી બહુમાળી ઈમારતમાં પણ પહોંચી ગઈ. જોરદાર પવનને કારણે આગ ઝડપથી બાજુની ઈમારતમાં ફેલાઈ ગઈ.” સ્થાનિક મીડિયા અનુસાર, લોકો પોતાનો જીવ બચાવવા બાલ્કનીમાં પહોંચી ગયા હતા. ફાયર ફાઈટરોએ મોટી ક્રેઈન વડે આગમાં ફસાયેલા અનેક લોકોના જીવ બચાવ્યા હતા. આ દરમિયાન છ ફાયરમેનના પણ મોત થયા હતા. બીબીસી અનુસાર, આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને છ અગ્નિશામકો અને એક નાના બાળક સહિત 14 થી વધુ લોકો ઘાયલ થયા છે.
 
વીસથી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ શખ્ત મેહનત પછી આગ પર નિયંત્રણ મેળ્વ્યો છે. 19થી વધારે લોકોના વિશે કોઈ જાણકારી મળી નથી. સ્પેનના વડા પેડ્રો સંચેજએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યો છેૢ 
 
તેણે બધા સબદ્ધ વિભાગોને આ સુનિશ્ચિત કરવામા આદેશ આપ્યા છે કે લોકોને દર શક્ય મદદ મળે. સ્પેનના મિલિટરી ઈમરજન્સી યુનિટના સૈનિકો સહિત ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. ધુમાડાને કારણે ફ્રેક્ચર, દાઝી જવા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓની સારવાર માટે તબીબોએ સ્થળ પર મેડિકલ કેમ્પ લગાવ્યો હતો. અખબાર 'અલ પેસ' એ બિલ્ડિંગના મેનેજરને ટાંકીને અહેવાલ આપ્યો કે બિલ્ડિંગમાં 138 ફ્લેટ છે અને તેમાં 450 લોકો રહે છે. એક મહિલાએ TVEને જણાવ્યું કે તેણે ફાયર ફાઇટર્સને બિલ્ડિંગના પહેલા માળે ફસાયેલા કિશોરને બચાવ કરતા જોયા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર