ગાઝાની હૉસ્પિટલ પર ઇઝરાયલી હુમલામાં 28 લોકોનાં મોત

બુધવાર, 14 મે 2025 (13:15 IST)
ભારત પાકિસ્તાન ગાઝા ઇઝરાયલ ડીજીએમઓ કાશ્મીર અમેરિકા
 
ખાન યુનુસની એક યુરોપિયન હૉસ્પિટલ પર ઇઝરાયલના હુમલામાં 28 લોકો માર્યા ગયા અને કેટલાય ડઝનને ઈજા થઈ છે.
 
હમાસ તરફથી સંચાલિત નાગરિક સુરક્ષા એજન્સીના એક પ્રવક્તાએ આ માહિતી આપી છે.
 
સ્થાનિક સૂત્રો પ્રમાણે ગાઝાની આ હોસ્પિટલ પર ઇઝરાયલી ફાઈટર વિમાનોએ એક સાથે 6 બૉમ્બ ફેંક્યા હતા. આ બૉમ્બ હૉસ્પિટલના પ્રાંગણ અને આસપાસના વિસ્તારમાં પડ્યા હતા.
 
ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેના "કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરે હમાસના આતંકવાદીઓ પર સચોટ હુમલો" કર્યો છે. ઇઝરાયલનો દાવો છે કે આ સેન્ટર હૉસ્પિટલની નીચે હતું.
 
ગાઝામાં બીબીસી માટે કામ કરતા એક ફ્રીલાન્સ પત્રકાર પણ હવાઈ હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાય છે.
 
હમાસ અને ઇઝરાયલ વચ્ચે 7 ઑક્ટોબર 2023થી સંઘર્ષની શરૂઆત થઈ જેમાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર