હિમાલયની રક્ષા માટે ભારત-નેપાળ સમજૂતિ

ભાષા

શુક્રવાર, 18 જુલાઈ 2008 (11:49 IST)
નવી દિલ્હી. હિમાલયની પર્વતમાળાઓમાં ફેલાઈ રહેલ પ્રદુષણ અને તેને લીધે થઈ રહેલા નુકસાનને લઈને ભારત અને નેપાળ બંને આગળ આવ્યા છે. જે અંતર્ગત હિમાલયની સુરક્ષા માટે એક કરાર કર્યા છે.

કેબિનેટની ગુરૂવારે મળેલી બેઠકમાં હિમાલયના સંરક્ષણ માટે ભારત-નેપાળ વચ્ચે થયેલી સમજૂતિને મંજૂરી આપવામાં આવી હતી. મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય નાણાપ્રધાન પી ચિદમ્બરમે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે નેપાળની કાઠમંડુ સ્થિત આંતરરાષ્ટ્રીય એકીકૃત પર્વતીય વિકાસ કેન્દ્ર અને ઉત્તરાખંડનાં અલ્મોડામાં આવેલી ગોવિંદવલ્લભ પંત હિમાલય પર્યાવરણ અને વિકાસ સંસ્થાન વચ્ચે એક કરાર કરવામાં આવ્યા છે.

જેમાં હિમાલય પર્વતમાળાનાં સંરક્ષણ અને તેનાં વિકાસ માટે બંને સંસ્થા દ્વારા સમજૂતિ કરાર કરવામાં આવ્યા છે. આ કરાર અંતર્ગત બંને સંસ્થાઓ પાંચ વર્ષ સુધી વિવિધ વિકાસ કાર્યો કરી શકશે

વેબદુનિયા પર વાંચો