ફોર્બ્સ મેગેઝીને તાજેતરમાં બહાર પાડેલા પોતાના રીપોર્ટમાં સૌથી વધારે નાણાં મેળવતાં સીઈઓની યાદીમાં બે ભારતીય મૂળ વ્યક્તિઓ સફળ રહ્યાં છે. જેમાં સાંતનુ નારાયણ અને ફ્રાન્સિસ્કો ડિસોઝાનો સમાવેશ થાય છે.
ફોર્બ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદીમાં પબ્લીસીંગ સોફ્ટવેર મહાકાય કંપની એડોબના સાંતનું નારાયણ પાંચમા સ્થાને છે, જ્યારે વૈશ્વિક આઉચસોર્સીંગ મહાકાય કંપની પોગની જેન્ટ્સનાં ડિસોઝા 15 યુવા સીઈઓની યાદીમાં 15મા ક્રમે છે. આ યાદી અમેરિકી બિઝનેસ મેગેઝીનની ઓનલાઈન એડીશનમાં પ્રકાશિત કરવામાં આવી છે. પાકિસ્તાની મૂળનાં નબીલ ગરીબ ટોપ પર છે. નબીલ ગરીબ એપ્રિલ 2002 બાદથી ચીપ મેકર એનઈએમસી ઈલેક્ટ્રોનીક મટીરીયલનાં સીઈઓ છે.
વયની બાબતમાં ડીસોઝા સૌથી યુવા છે. ગરીબની વય 43 વર્ષની આંકવામાં આવી છે. જ્યારે નારાયણ 44 વર્ષનાં છે. આ યાદીમાં 15 વર્ષની વયથી લઈને 45 વર્ષનાં સીઈઓને સામેલ કરવામાં આવ્યા છે. નબીલ ગરીબ 79.6 મીલીયનનાં વાર્ષિક પગાર સાથે પ્રથમ સ્થાને છે.