સીરિયામાં અમેરિકાનાં હુમલામાં નવનાં મોત

ભાષા

સોમવાર, 27 ઑક્ટોબર 2008 (14:56 IST)
ઈરાકની સીમા સાથે જોડાયેલા સીરિયાનાં એક ગામ પર અમેરિકન હેલીકોપ્ટરનાં હુમલામાં નવ લોકોનાં મોત થયાં છે.

ખાનગી ટીવી ચેનલ અલ દુનિયાનાં જણાવ્યા મુજબ અમેરિકન હેલીકોપ્ટર રાજધાનની પૂર્વમાં સ્થિત અલ સુક્કિરાયા પર હુમલો કર્યો હતો.

જો કે આ હુમલો ક્યારે કરવામાં આવ્યો તે અંગે કોઈ માહિતી નથી. પણ હુમલામાં 9 લોકોનાં મોત થયા હતાં.

વેબદુનિયા પર વાંચો