વેનેઝુએલાએ તેના ચીન સાથેનાં સંબંધોને વધુ મજબુત કરતાં તેનાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપિત કરવાનો નિર્ણય કર્યો છે. ક્રુડ ઓઈલની કમાણીથી માલામાલ થયેલા વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
આ ઉપગ્રહએ ચીનમાં બનાવવામાં આવ્યો છે. જેને ચીનનાં દક્ષિણ-પશ્ચિમી પ્રાંત સિચુઆન ખાતેથી આકાશમાં છોડવામાં આવશે. આ ઉપગ્રહને 1 નવેમ્બરનાં રોજ છોડાશે.
શાવેઝે જણાવ્યું હતું કે વેનેઝુએલાનો ઉપગ્રહ લેટીન અમેરિકી દેશોનાં ઘણાં બધાં દેશોને આવરી લેશે. આ ઉપગ્રહ છોડ્યા બાદ વેનેઝુએલા ટેલીવીઝન, સંચાર સાધનો અને ઈન્ટરનેટ જેવી બાબતોમાં આત્મનિર્ભર થઈ જશે.