લાદેન અંગે કોઈ માહિતી નથી-વ્હાઈટ હાઉસ

વાર્તા

ગુરુવાર, 20 નવેમ્બર 2008 (16:57 IST)
N.D

અમેરિકી સરકારે જાહેર કર્યું છે કે તેને અલકાયદાનાં સરદાર ઓસામા બિન લાદેન જીવતો છે કે નહીં તે અંગે કોઈ વિગત પ્રાપ્ત નથી.

લાદેન અંગે લાંબો સમય સુધી કોઈ જ ટીપ્પણી ન કરનાર વ્હાઈટ હાઉસ પોતાનું મૌન તોડ્યું છે. વ્હાઈટ હાઉસનાં પ્રવક્તા ડાના પેરિનોએ જણાવ્યું હતું કે આ અંગે સચોટ માહિતી ફક્ત જાસુસી તંત્ર જ આપી શકે. વ્હાઈટ હાઉસની આ પ્રતિક્રિયા અલ કાયદાનાં બીજા નંબરનાં નેતા અલ જવાહિરીનાં રેડિયો સંદેશ બાદ આવી છે. જેમાં જવાહિરીએ નવનિર્વાચિત રાષ્ટ્રપતિ બરાક ઓબામાને અફઘાનિસ્તાનમાં વધુ સૈનિક મોકલવા સામે ચેતાવણી આપી હતી.

સુશ્રી પેરિનોએ જણાવ્યું હતું કે અલ કાયદાનું આ નિવેદન ખુબ જ હતાશા કરનારૂં છે. તેમને અમેરિકાની દરેક બાબતથી નફરત છે. તેથી તેઓ તક શોધી રહ્યા હોય છે. પણ અમે તેના આક્રમણને દરેક સ્તરે રોકતાં રહીશું.

વેબદુનિયા પર વાંચો