રૂસમાં રાષ્ટ્રપતિ દમિત્રી મેદવેદેવે જ્યોર્જિયાનાં મામલે મધ્યસ્થતા કરી રહેલાં ફ્રાંસનાં રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને જણાવ્યું હતું કે તેમનો દેશ યુધ્ધવિરામનાં કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ જ્યોર્જિયમાંથી પોતાનાં સૈનિકોને પાછા બોલાવશે.
જ્યોર્જિયાનાં રાષ્ટ્રપતિ મિખાઈલ સાકાશવિલી દ્વારા યુધ્ધવિરામ સમજૂતિ પર શુક્રવારે હસ્તાક્ષર કર્યા બાદ, રૂસ અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિઓએ આ બાબતે પોતાનાં નિવેદનો આપ્યાં હતાં.
સરકોઝીનાં કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદનમાં રૂસી રાષ્ટ્રપતિ મેદવેદેવને જણાવવામાં આવ્યું છે કે તે યુધ્ધવિરામનાં કરાર પર સહી કરે અને જ્યોર્જિયાથી રૂસી સેના હટાવવાની શરતોનું પાલન કરશે. જો કે જ્યોર્જિયાથી રૂસી સેના પાછી બોલાવવા માટે અમેરિકા તરફથી ખાસું દબાણ કરવામાં આવી રહ્યું છે.
તો જ્યોર્જિયાનાં રાષ્ટ્રપતિ સાકાસવિલીનું કહેવું છે કે રૂસી સેનાએ પોતાની ટેન્કો સાથે બે શહેરોમાં પ્રવેશ કરી લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સદસ્ય હોવાથી રશિયા કોઈપણ પ્રસ્તાવ સામે વીટો વાપરીને તેનો વિરોધ કરી શકે છે. ફ્રાંસનાં રાષ્ટ્રપતિ રૂસ અને જ્યોર્જિયા વચ્ચે વિવાદ ઓછો થાય તેવા પ્રયત્નો કરી રહ્યાં છે.