અલગ દેશ બનવાનો પ્રયત્ન કરી રહેલું દક્ષિણ ઓસેતિયાનાં રાષ્ટ્રપતિ એદુઆર્દ કોકોઈતીએ પોતાની સરકાર બરતરફ કરી, દેશમાં ઈમરજન્સી લાગુ કરી દીધી છે. આ અંગેની જાણકારી રૂસની ટીવી ચેનલે આપ્યા હતાં.
કોકોઈતીએ જણાવ્યું હતું કે તેમણે ત્રણ આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં એક સરકારનાં રાજીનામાં છે, બીજો દક્ષિણ ઓસેતિયામાં ઈમરજન્સી નાંખવાનો છે અને ત્રીજો ઈમરજન્સીની સમિતિ બનાવવાનો છે.
તેમણે તેમ જણાવ્યું કે આ સમિતિ જ્યોર્જિયાનાં આક્રમણ સાથે લડવા ની દિશામાં કામ કરશે. રાષ્ટ્રપતિ કોકોઈતીએ માનવીય સહાયતા કરવાના કામમાં ધીમી ગતિની આલોચના કરી છે. તેમણે જનસેવા કરનારાઓને લોકોનો લાભ જોઈને કામ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.