એન્ડેવર યાન આવ્યું નાસામાં

ભાષા

શનિવાર, 13 ડિસેમ્બર 2008 (10:33 IST)
અંતરિક્ષ શટલ યાન ધરતી ઉપર પરત આવ્યાના બે સપ્તાહ બાદ નાસાના અંતરિક્ષ પોર્ટમાં આવી પહોંચ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત 30મી નવેમ્બરે ઉતરાણ સમયે હવામાન અનુકુળ ન હોઇ તેને નિયત સ્થળ કેનેડી અંતરીક્ષ કેન્દ્રમાં ઉતારી શકાયું ન હતું. તાત્કાલિક અસરથી તેને એડવર્ડસ એયર ફોર્સ બેઝમાં ઉતારાયું હતું. ત્યારથી આ યાન ત્યાંજ હતું.

એન્ડેવપ અને તેની સાથે ગયેલા સાત અવકાશ યાત્રીઓ 16 દિવસ સુધી અંતરીક્ષમાં રહ્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનમાં તેમણે મૂત્રને પીવાના પાણીમાં ઉપયોગ લઇ શકાય એવી રીસાઇક્લિંગ સિસ્ટમ ફીટ કરી હતી.

વેબદુનિયા પર વાંચો