Coffee Health tips- જો તમે પણ દરરોજ કૉફી પીવો છો તો, ધ્યાન રાખો આ 7 જરૂરી સાવધાનીઓ

રવિવાર, 9 જાન્યુઆરી 2022 (00:26 IST)
સવારે સવારે એનર્જી માટે તમે પણ ઘણા લોકો તેમનાઅ દિવસની શરૂઆત કૉફી(Coffee) થી કરતા હશો, પણ જો તમે તેનો સેવન ખોટા સમય પર કરો છો, તો આ કૉફી તમારી એનર્જી ચોરાવી શકે છે! આટલું જ નહી, તે તમને હાઈ બ્લ્ડ પ્રેશરના દર્દી બનાવવાની સાથે તમારી ઉંઘ પણ ચોરાવી શકે છે. આ બધાથી બચવા માટે તમરા માટે જરૂરી છે , કૉફીને (Coffee) યોગ્ય સમય પર પીવાની, જાણો વિશેષજ્ઞોની રાય 
1. જો તમે સવારના સમયે કોફી (Coffee) પીવો છો, તો આ જરૂર ખબર હોવી જોઈએ કે આ સમયે, ખાસ કરીને સવારે 8 થી 9ની આસપાસ સ્ટ્રેસ હાર્મોન કાર્ટીસોલ તેમના ચરમ પર હોય છે. આ સમયે જો તમે ખૂબ કૉફી પીવો છો, તો તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થવાની જગ્યા વધી જશે. 
 
2. એક વાર કોઈ સમય પર તમને કૉફી (Coffee) પીવાની ટેવ થઈ ગઈ, તો તમે પોતાને ઉર્જાવાન રાખવા માટે વધારે કૉફીની જરૂર અનુભવશે, અને તમે વધારે માત્રામાં કેફીન ગ્રહણ કરશો, આ એક પ્રકારની ટેવ છે. 
3. જો તમે દિવસના 10 વાગ્યે થી 11.30 વાગ્યાના વચ્ચે કોફી પીવું પસંદ કરો છો કે પછી તમને આવી ટેવ છે, તો આ યોગ્ય સમય છે જ્યારે કાર્ટીસોલનો સ્તર નીચે હોય છે . આ વખતે કૉફી (Coffee) પીવું તમારા માટે સુરક્ષિત છે. 
 
4. જો તમે 12 વાગ્યેથી 1 વચ્ચે કૉફી (Coffee) પીવો છો, તો આ તે સમય છે જ્યારે કાર્ટેસોલનો સ્તર ફરીથી ઉપર ઉઠે છે. આ સમયે કૉફી પીવું તમારા માટે નુકશાનકારી જ છે. 
 
5. ત્યારબાદ, એટલે કે બપોરે 1 વાગ્યા પછી શરીરમાં કાર્ટેસોલનો સ્તર ઓછું શરૂ હોય છે, તેથી 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યાના વચ્ચે તમે કોઈ પણ સમયે કોફી (Coffee) પી શકો છો. જે તમને વગર નુકશાન ઉર્જા  આપશે. 
6. ઘણા લોકોની ટેવ હોય છે કે એ ભોજન પછી કે ભોજન સાથે કોફી (Coffee)  પીવે છે. આવું કરવું નુકશાનકારી છે કારણકે તેનાથી શરીરમાં આયરનનો અવશોષણ બાધિત થાય છે. 
 
7. ભોજન કર્યા અને કૉફી(Coffee)  પીવાના વચ્ચે ઓછામાં ઓછા એક કલાકનો અંતર રાખવું. જો તમે એનીમિક છો, તો આ તમારા માટે વધારે જરૂરી છે. ત્યાં જ સાંજ પછી કૉફી (Coffee)  પીવી તમારી ઉંઘને ખરાબ કરશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર