ઘરમાં જ કરી લો આ 2 મિનિટનો ટેસ્ટ, ખબર પડી જશે હાર્ટ, ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશરની બીમારી
શનિવાર, 27 જાન્યુઆરી 2024 (17:57 IST)
hand grip meter
Hand Grip Test: હેન્ડ ગ્રિપ ટેસ્ટ દ્વારા તમે તમારા સ્વાસ્થ્યની સ્થિતિ જાણી શકો છો. જો તમે ઈચ્છો તો આ ટેસ્ટ ઘરે બેઠા પણ સરળતાથી કરી શકો છો. જાણો શા માટે હેન્ડ ગ્રિપ ટેસ્ટ મહત્વપૂર્ણ છે અને તેના દ્વારા કયા રોગોની ઓળખ થાય છે.
હાલમાં જ એક અભ્યાસ સામે આવ્યો છે જે મુજબ 'હેન્ડ ગ્રિપ સ્ટ્રેંથ' તમારા સ્વાસ્થ્યની સ્થિતિ દર્શાવે છે. આ ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ બાયોમાર્કર છે. આ માટે 'લો કટઓફ' નક્કી કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓ માટે 18 કિલો અને પુરુષો માટે 28 કિલો વજન નક્કી કરવામાં આવ્યું છે. જો હાથની પકડ આનાથી ઓછી હોય તો સમજી લો કે તમે રેડ ઝોનમાં છો. એક અભ્યાસ મુજબ જો તમારી ગ્રિપ નબળી છે તો આ નબળા બોંસ અને મસલ્સની નિશાની તો છે જ સાથે જ એક ઈશારો તમારા વધતા વજન તરફ પણ છે. જે ખૂબ જ જલ્દી ટાઈપ ટૂ ડાયાબિટીઝ, હાર્ટ પ્રોબ્લેમ, કિડની-લીવરની પરેશાનીનુ કારણ બની શક છે. કહેવાનો મતલબ એ છે કે પહેલા હૈડ ગ્રિપ ટેસ્ટ કરો અને જો પરિણામ લો કટઓફની નીચે આવે છે તો તરત જ હેલ્થ ચેકઅપ કરાવો.
વર્લ્ડ ઓબેસિટી એટલસ એ કહે છે કે જો લોકોએ વજન કંટ્રોલ પર ધ્યાન ન આપ્યુ તો આગામી 10 વર્ષમાં દુનિયાની અડધી વસ્તી ઓવરવેટ થઈ શકે છે. ઈંડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિકે પણ ઓબેસિટીને ક્રોનિક બીમારીની કેટેગરીમાં નાખી છે. જ્યારે કે તમામ રિસર્ચ એવુ કહી રહ્યા છે કે તો જાડાપણુ ઘટાડવુ જરૂરી છે. પહેલા જાણી લો તમારા હૈંડ ગ્રિપ ટેસ્ટ દ્વારા આરોગ્યની સ્થિતિ.
ઘરે કેવી રીતે કરવો હૈંડ ગ્રિપ ટેસ્ટ
આ માટે તમે ઘણી પદ્ધતિઓ અપનાવી શકો છો. હેન્ડ ગ્રિપ ટેસ્ટ મીટર પણ બજારમાં ઉપલબ્ધ છે. જો તમે ઘરે પરીક્ષણ કરી રહ્યા હોય, તો બરણીના ફીટ ઢાંકણને ખોલવાનો પ્રયાસ કરો. જો તે સરળતાથી ખુલે તો સારું, નહીં તો દિલની તબિયત બગડી શકે છે. આ હાથથી એક ચોક્ક તમારા હાથથી નિર્ધારિત વજન ઉઠાવવાનો પ્રયાસ કરો. જો તમે ઇચ્છો તો, તમારા હાથમાં એક સફરજન લો અને તમારા હાથને દબાવીને તેને ક્રશ કરવાનો પ્રયાસ કરો. બીજી રીત એ છે કે બે ડોલ સરખા પ્રમાણમાં પાણી ભરો અને પછી તેને બંને હાથ વડે ઉપાડીને સંતુલિત કરો