વજન ઘટાડવા માટે લોકો કસરતથી લઈને સ્વીમિંગ સુધી ઘણી મહેનત કરે છે. પણ આ સાથે જ તમને તમારા ડાયેટનુ પણ સંપૂર્ણ ખ્યાલ રાખવો જોઈએ. ડાયેટમાં આ 5 સુપરફુડ્સને સામેલ કરી તમે જલ્દી તમારુ વજન ઓછુ કરી શકો છો. આ સુપરફુડ્સમા તમને મિનરલ્સ, વિટામિન અને અનેક પ્રકારના એંટીઓક્સીડેંટ મળે છે. જેનાથી ત્મારા શરીરને સંપૂર્ણ પોષણ પણ મળે છે અને સાથે જ વજન પણ ઓછુ થઈ જાય છે.
સફરજન - સફરજના ફાયદા વિશે તો આપણે જાણીએ જ છીએ. સફરજનમાં પુષ્કળ પ્રમાણમાં એંટીઓક્સીડેટ્સ, ફાઈબર, મિનરલ અને વિટામિન જોવા મળે છે. જે આપણા આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. સફરજન વજન ઓછુ કરવા સાથે જ તે તમને જાડાપણા સામે લડવામાં પણ મદદ કરે છે.