આયુર્વેદ ચિકિત્સક મુજબ મશરૂમમાં અનેક મહત્વપૂર્ણ ખનીજ અને વિટામીન જોવા મળે છે. તેમા વિટામિન બી.ડી. પોટેશિયમ, કોપર આયરન અને સેલેનિયમની પૂરતી માત્રા હોય છે. આ ઉપરાંત મશરૂમમાં કોલિન નામનુ એક વિશેષ પોષક તત્વ હોય છે. જે માંસપેશીયોની સક્રિયતા અને યાદગીરી કાયમ રાખવામાં લાભકારી રહે છે.
1. મશરૂમમાં એંટી-ઓક્સીડેંટ ભરપૂર હોય છે.
2. મશરૂમમાં રહેલ તત્વ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. તેનાથી શરદી-તાવ જેવી બીમારીઓ જલ્દી-જલ્દી થતી નથી. મશરૂમમાં રહેલ સેલેનિયમ ઈમ્યૂન સિસ્ટમના રિસ્પોન્સને સારુ કરે છે.