ટ્રમ્પે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, "આપણને ઘણા પૈસા મળી રહ્યા છે, એટલા પૈસા જે દેશે પહેલાં ક્યારેય જોયા નથી." ટ્રેઝરી વિભાગના જણાવ્યા અનુસાર, સરકારને ગયા મહિને લગભગ $30 બિલિયન ટેરિફ રેવન્યુ મળ્યો હતો. આ ગયા વર્ષના જુલાઈ કરતા 242% વધુ છે. સરકાર આ બધા પૈસાનું શું કરી રહી છે? ટ્રમ્પે આ માટે બે વિકલ્પો સૂચવ્યા છે. પહેલો વિકલ્પ સરકારનું અબજો ડોલરનું દેવું ચૂકવવાનો છે. બીજો વિકલ્પ અમેરિકનોને ટેરિફ રિબેટ ચેક મોકલવાનો છે. અમેરિકા પરનું દેવું $37 ટ્રિલિયનથી ઉપર પહોંચી ગયું છે, જે દેશના GDPના લગભગ 125 ટકા છે.