સર્જરીમાં લાભદાયી છે માછલીનું તેલ

શનિવાર, 8 ડિસેમ્બર 2018 (14:53 IST)
માછલીના તેલમાં જોવા મળતા જીવલેણ ઓમેગા-3એસ સર્જરી દરમિયાન રક્તસ્ત્રાવના જોખમને ઓછુ કરે છે.  માન્યતા છે કે સર્જરી પહેલા માછલીનુ તેલ ખાવુ બંધ કરી દેવુ જોઈએ.  માછલીનુ તેલ હાઈપરટ્રિગ્લીસેરીડેમિયા કે કાર્ડિયોવૈસ્કુલર (હ્રદય સંબંધી) બીમારીની રોકથામ માટે સૌથી સામાન્ય પ્રાકૃતિક પૂરક છે. 
 
જો કે સર્જરી દરમિયાન રક્તસ્ત્રાવનુ જોખમ ઓછુ કરવા માટે દર્દીઓને સર્જરી પહેલા માછલીનુ તેલ લેવાની ભલામણ કરવામાં આવે છે.  એક શોધ મુજબ લોહીમાં ઓમેગા-3ની ઉચ્ચ માત્રા-ઈપીએ અને ડીએચ મળીને રક્તસ્ત્રાવના જોખમને ઓછુ કરે છે. 
 
આ શોધ કુલ 151 6 દર્દીઓ પર કરવામાં આવ્યુ. જેની સર્જરી થવાની હતી. અડધા દર્દીઓને ઓમેગા-3એસનો ડોઝ આપવામાં આવ્યો.. અને અડધા દર્દીઓએન પ્લેબસો (શોધ મુજબ ઝૂઠી મૂઠી દવા) આપવામાં આવી. શોધ દરમિયાન જોવા મળ્યુ કે જે દર્દીઓને ઓમેગા-3એસ આપવામાં આવ્યુ હતુ તેમને સર્જરી દરમિયાન ચઢાવવા માટે ઓછા લોહીના યૂનિટની જરૂર પડી. ઓમેગાક્વાંટના સંસ્થાપક બિલ હૈરિસે કહ્યુ, આ અભ્યાસમાં શોધકર્તાઓએ એ નિષ્કર્ષ કાઢ્યો છે કે સર્જરી પહેલા માછલીના તેલનુ સેવન રોકવા કે સર્જરીમાં મોડુ કરવાની જે ભલામણ કરવામાં આવે છે તેના પર એકવાર ફરી વિચાર કરવાની જરૂર છે. 
 
ઓમેગા-3એસ વિશેષરૂપે ઈપીએ અને ડીએચએ હ્રદય, મસ્તિષ્ક, આંખો અને સાંધાના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. પણ મોટાભાગના લોકો આ મૂલ્યવાન ફૈટી એસિડનુ પર્યાપ્ત સેવન નથી કરતા. જે સ્વાસ્થ્ય સંબંધી ગંભીર ખતરાનુ જોખમ વધારે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર