જાણો જન્મના મહિના મુજબ સ્ત્રીઓનુ પુરૂષ પ્રત્યે આકર્ષણ

શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (17:00 IST)
જો તમે લગ્ન કરી રહ્યા હોય કે તમે રોજ રોજના નાની મોટી વાતોને લઈને પત્ની સાથે વિવાદ કરતા હોય તો આજથી તે કરવાનુ છોડી દો. કારણ કે આજે અમે તમને એવી દવા બતાવી રહ્યા છે જે દરેક પ્રકારની બીમારી દૂર કરી દેશે.  જી હા અમે તમને બતાવી રહ્યા છીએ વર્ષના 12 મહિના પ્રમાણે સ્ત્રીઓનો સ્વભાવ. જે રીતે તમે  તમારા સાથીના સ્વભાવ વિશે અને તમારા લગ્ન જીવન તેમજ લવ લાઈફને કેવી રીતે સુખી રાખવી તે જાણી શકશો. 
 
જ્યોતિષ મુજબ કોઈપણ સ્ત્રીની પ્રકૃતિ તેના જન્મ લીધેલા મહિના અને સમય મુજબ હોય છે. મહિનાના મોસમ મુજબ તમે જાણી શક છો કે સ્ત્રીનો મુડ કેવો હોય છે. તેની માટે રિલેશન શુ મહત્વ રાખે ક હ્હે. 
 
જાન્યુઆરી - જાન્યુઆરી મહિનામાં જન્મ લીધેલી સ્ત્રીઓ ખૂબ જ સુંદર અને નાજુક હોય છે.  તેથી તેમને શારીરિક સુખનો આનંદ લેવામાં મજા આવે છે. તેઓ હસમુખ અને ખૂબ જ જલ્દી પોતાના સાથીને ખુશ કરે છે. તેઓ દેખાવમાં સેક્સી હોય છે.  

ફેબ્રુઆરી - આ મહિનામાં જન્મ લીધેલી સ્ત્રીઓ ખૂબ જ મસ્તમૌલા હોય છે. તેમના માટે દેહસુખ પ્રેમનુ અભિન્ન અંગ છે તેથી તેઓ કાયમ ખુદને તૈયાર રાખે છે. તેમને મજા કરવી ખૂબ ગમે છે. તેમને એવુ લાગે છે આ બધુ કરવાથી તેઓ પોતાના સાથીનુ દિલ જીતી શકે છે. 

માર્ચ - આ મહિનામાં જન્મ લીધેલી મહિલા ખૂબ કોમલ અને મહેનતી હોય છે. તેઓ સ્પષ્ટ વક્તા અને પોતાના સાથી પ્રત્યે ઈમાનદાર હોય છે. તેમને શારીરિક સુખમાં રસ હોય છે. આ સ્ત્રીઓ ખૂબ સારી પત્ની અને પ્રેમિકા સાબિત થાય છે. 

એપ્રિલ - આ મહિનામાં જન્મ લીધીલી સ્ત્રીઓ ખૂબ જ બોલનારી, મિલનસાર અને ખુશમિજાજ હોય છે પણ તેમની અંદર એક વાતની કમી હોય છે એ છે તેઓ ખૂબ જલ્દી દરેક વસ્તુથી જલ્દી બોર થઈ જાય છે. તેથી આ મહિનામાં જન્મ લીધેલી સ્ત્રીઓને ખુશ કરવા માટે તેમના જોડીદારને ખૂબ મહેનત કરવી પડે છે. જો કે આ સ્ત્રીઓ સુંદર અને કામુક હોય છે. 

મે - આ મહિનામાં જન્મ લીધેલ સ્ત્રીઓ થોડી ગુસ્સેલ સ્વભાવની હોય છે પણ તેમનો ગુસ્સો વધુ સમય સુધી રહેતો નહ્તી. આ મહેનતી હોય છે અને પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે દરેક પ્રકારની ચાલ ચાલે છે. આ સ્ત્રીઓ ફ્રેંક હોય છે તેથી તેમના પાર્ટનરને તેમની સાથે સંબંધો બનાવવા માટે વધુ મહેનત કરવી પડતી નથી. 

જૂન - આ મહિનામાં જન્મ લીધેલી સ્ત્રીઓ થોડી શરમાળ હોય છે. ખાસ કરીને તેમનો રંગ ગોરો હોય પણ તેઓ ખૂબ ખુલીને વાત કરતા નથી તેથી તેમની સાથે સંબંધો બનાવવામાં તેમના પાર્ટનરને થોડો સમય લેવો પડે છે.  આ સ્ત્રીઓ ખૂબ ભાવુક હોય છે તેથી તેમને માટે પ્રેમનુ ખૂબ મહત્વ છે. 
 
જુલાઈ - જુલાઈ મહિનામા  જન્મ લીધેલી સ્ત્રીઓ સ્પષ્ટ વક્તા અને સુંદર હોય છે. તેમનુ કોઈની સાથે એકદમ બનતુ નથી. તેઓ મોઢા પર બોલનારી હોય છે. પણ તેમને શારીરિક સંબંધોમાં ખૂબ રસ હોય છે. આ વર્ષાઋતુ જેવી હોય છે જે ક્યારેક ગુસ્સામાં તો ક્યારેક રિમઝિમ અવાજમાં કામ કરે છે. તેમની અંદર થોડો ઘમંડ હોય છે.  

ઓગસ્ટ - આ મહિનામા જન્મ લીધીલી સ્ત્રીઓ ખૂબ તેજ અને મહેનતી હોય છે. મોટાભાગે ઓગસ્ટમાં જન્મ લીધેલી સ્ત્રીઓ પોતાના જોડીદારને જાતે જ શોધી લે છે. તેઓ જાતે બનાવેલ સંબંધો પર વિશ્વાસ કરે છે.  આ સ્ત્રીઓ નાની ડોક અને નોર્મલ હાઈટ વાળી હોય છે. 
 
સપ્ટેમ્બર - આ મહિનામા જન્મ લીધેલી સ્ત્રીઓ અંતરમુખી હોય છે તેમની અંદર એક જુદા જ પ્રકારનો સ્વભાવ હોય છે. જેને લીધે તેઓ લોકોની અંદર આકર્ષણનું કેન્દ્ર બને છે.  તેઓ ગ્લેમરસ જીવન જીવે છે.  અને ખુદને કાયમ ફિટ મુકે છે અને કામુક દેખાય છે. 


ઓક્ટોબર - આ મહિનામા જન્મ લીધેલી સ્ત્રીઓ ગુડ લુકિંગ હોય છે અને તેઓ મીઠા અને સીધા સ્વભાવની હોવાથી સેક્સી દેખાય છે.  અનેક વાર લોકો તેના પ્રેમમા પડે છે. પણ આ કોઈના હાથમા જલ્દી આવતી નથી.   આ સ્ત્રીઓ ભાવુક હોવાથી સંબંધોની ખૂબ કદર કરે છે. 
 
નવેમ્બર - આ મહિનામા જન્મ લીધેલી સ્ત્રીઓ ખૂબ જ હોશિયાર અને સ્માર્ટ તેમજ બુદ્ધિમાન હોય છે. મોટાભાગે તેઓ મોટા પદ પર વિરાજીત હોય છે અને પોતાના પરિવાર માટે કશુ પણ કરવા તૈયાર હોય છે.  આ પોતાના પાર્ટનરને દરેક રીતે ખુશ મુકવાનો પ્રયત્ન કરે છે. 
 
ડિસેમ્બર - આ મહિનામાં જન્મ લેનારી સ્ત્રીઓ બોલવામા અને ખૂબ દેખાવો કરવામાં હોશિયાર હોય છે. આ મની માઈંડેટ હોય છે અને પોતાના પતિને ચરમસુખ આપે છે. તેમના ખૂબ મિત્રો  હોય છે. જે સમય સમય પર બદલતી રહે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર