નકલી અને અસલી ગોળ ઓળખવાની સરળ રીત

સોમવાર, 21 નવેમ્બર 2022 (12:11 IST)
Adulteration in Jaggery : જો તમે વેટ લોશ મિશન પર છો તો તમને ખાંડને રિપ્લેસ કરીને ગોળનુ સેવન કરવો જોઈએ. પણ કાળજી રાખવી કે ગોળ અસલી જ હોય. આવો જાણીએ તેની ઓળખ કારવાની રીત 
 
ગોળ આરોગ્ય માટે ખૂબજ સારું સ્ત્રોત છે. શિયાળામા ગોળની ચા પીવાથી ઘણા રોગોનો ખતરો પણ ઓછુ થાય છે. જો તમે વેટ લૉશ મિશન પર છો તો તમને ખાંડને રિપ્લેસ કરીને ગોળનુ સેવન કરવો જોઈએ. પણ કાળજી રાખવી કે ગોળ અસલી જ હોય. ગોળથી ન માત્ર ચા બનાવી શકીએ પણ ઘણા સ્વીટ ડિશ બનાવવામાં ગોળનો ઉપયોગ કરાય છે. તેનાથી તમે હેલ્દી રહેવાની સાથે તમારુ વજન વધવાનો પણ ખતરો નહી રહે છે. તેથી સ્થિતિમાં આ ફાયદા ત્યારે જ મળે છે જ્યારે ગોળ વાસ્તવિક હોય. નકલી ગોળ ખાવાથી તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. આવો, જાણીએ વાસ્તવિક ગોળને ઓળખવાની કઈ રીતો છે. 
 
સ્વાદથી ઓળખો
સૌથી પહેલા ગોળનો સ્વાદ લો, જો ગોળનો સ્વાદ થોડો ખારો કે કડવો લાગે તો સમજી લેવું કે ગોળ ચોખ્ખો નથી. વાસ્તવિક ગોળનો સ્વાદ મીઠો હોય છે.
 
ગોળનો રંગ
અસલી ગોળની ઓળખ એ છે કે તે ઘેરા બદામી રંગનો દેખાય છે. ગોળને આછો બ્રાઉન બનાવવા માટે તેને સાફ કરવા માટે ઘણા પ્રકારના કેમિકલ ઉમેરવામાં આવે છે.તેમજ તેના વજન વધારવા માટે, તેને પોલિશ કરવા સિવાય, અન્ય વસ્તુઓમાં ભેળસેળ પણ કરવામાં આવે છે.
 
પાણીથી ઓળખો
નકલી ગોળને મીઠો બનાવવા માટે તેમાં સુગર ક્રિસ્ટલ ઉમેરવામાં આવે છે. તેની ઓળખ માટે, તમે ગોળને પાણીમાં ઓગાળો, જો તે તરે તો આ અસલી ગોળ છે અને તે પાણીમાં બેસી જાય છે, તો તેમાં મિલાવટ છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર