સૂતા પહેલા પીવો વરિયાળીનું પાણી, ડાયાબિટીસ સહિત આ બીમારીઓ રહેશે કંટ્રોલ, જાણો કેવી રીતે કરવું સેવન ?

મંગળવાર, 9 એપ્રિલ 2024 (00:08 IST)
ડાયાબિટીસ વર્તમાન સમયમાં  દેશ અને દુનિયામાં ખૂબ જ ગંભીર રોગ તરીકે ઉભરી આવ્યો છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો તેની તમારા શરીરના અંગો પર વિપરીત અસર થાય છે અને તેના દર્દીઓ અન્ય અનેક રોગોનો ભોગ બને છે. દવાઓ ઉપરાંત, તમે કેટલાક કુદરતી રીતે પણ વધતા ખાંડના સ્તરને નિયંત્રિત કરી શકે છો. આજે અમે તમને જણાવીશું કે રસોડામાં જોવા મળતો આ મસાલો વરિયાળી, ફકત શ્વાસની દુર્ગંધને જ દૂર નથી કરતું પણ તે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ ખૂબ જ અસરકારક છે.
 
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે વરિયાળી 
ડાયાબિટીસના દર્દીઓ માટે વરિયાળી અમૃત સમાન છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેમાં ખૂબ જ શક્તિશાળી એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે જે શુગર લેવલને ઘટાડે છે. ઉલ્લેખનીય છે કે આ દાણામાં રહેલ ફાઇટોકેમિકલ્સ શરીરમાં ઇન્સ્યુલિનની માત્રામાં વધારો કરે છે, જેનાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
 
આ રીતે સેવન કરો વરિયાળીના પાણીનું સેવન 
ડાયાબિટીસના દર્દીઓએ એક ગ્લાસ પાણી અને 4 ચમચી વરિયાળી લેવી. એક કઢાઈમાં એક ગ્લાસ પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. જ્યારે પાણી,0 અડધુ થઈ જાય ત્યારે તેમાં 4 ચમચી વરિયાળી નાખો. વરિયાળી નાખ્યા પછી પાણીને વધુ ઉકાળશો નહીં, જ્યારે તે બફાઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને પાણીને ગાળીને પી લો. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ જમ્યા પછી શક્ય હોય તો એક ચમચી વરિયાળીનું સેવન પણ કરી શકે છે.
 
આ સમસ્યાઓમાં પણ વરીયાળી છે લાભકારી 
 
વરિયાળીમાં એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે જે મેટાબોલીજ્મને ઝડપી બનાવે છે, તેનું સેવન તમારા ધીમા મેટાબોલીજ્મને ઝડપી બનાવે છે જે વધતા વજનને કંટ્રોલ કરે છે.
 
વરિયાળી તમારી પાચન શક્તિને સુધારે છે. ઉલ્લેખનીય છે કે વરિયાળી પેટમાં ગેસ ઉત્પન્ન કરતા બેક્ટેરિયાને ઘટાડીને પાચનને સુધારવામાં મદદ કરે છે.
 
વરિયાળીનો ઉપયોગ શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે પણ થાય છે, તે એક પ્રકારનું માઉથ ફ્રેશનર છે. તેનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર