ડાયાબિટીસના દર્દીઓ માટે કારગર છે બસ એક ગ્લાસ જવનુ સત્તુ, જાણો ક્યારે અને કેમ પીવુ ?

શુક્રવાર, 29 માર્ચ 2024 (00:17 IST)
barley sattu
 
 ડાયાબિટીસમાં જવનુ સત્તુ - ડાયાબિટીસમાં શુગર મેનેજ કરવી સહેલુ કામ નથી. બસ થોડી બેદરકારી પણ શુગરના લક્ષણોને વધારી શકે છે. આવામાં શુગર મેનેજ કરવા માટે ડાયેટ કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે. એ ફુડ્સ ને ખાવા જરૂરી છે જેમા ફાઈબર હોય છે અને આ મેટાબોલિક રેટ વધારે છે. તેને ખાવાથી નીકળનારી શુગર ઝડપથી પચવી શરૂ થાય છે અને પછી આ જઈને લોહીમાં ભળતી નથી. જેનાથી શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આવી જ એક વસ્તુ છે જવનુ સત્તુ જે આરોગ્ય માટે અનેક રીતે લાભકારી છે. તો જાણીએ ડાયાબિટીસમાં સત્તુ પીવાના ફાયદા. 
 
ડાયાબિટીસમાં કેવી રીતે લાભકારી છે જવ 
એક રિપોર્ટ મુજબ ડાયાબિટીસબની સારવારમાં જવના લાભકારી ગુણોની તપાસ કરવામાં આવી. તેમા જોવા મળ્યુ કે ડાયાબિટીસની સ્થિતિમાં જવ ખાનારા ઉંદરમાં બ્લડ ગ્લુકોઝ કંસ્ટ્રેશન, પાણીની ખપત અને વજન ઓછુ થવુ ખૂબ ઓછુ હતુ.  આ બધુ તેમા ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે હતુ.  આ રીતે શુગરમાં જવનુ સેવન ઉપયોગી છે. 
 
ડાયાબિટીસમાં કેમ પીવુ જવનુ સત્તુ 
ડાયાબિટીસમાં જવનુ સત્તુ પીવુ શુગર મેટાબોલિજ્મને ઝડપી બનાવે છે અને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. થાય છે એ કે જ્યારે તમે જવનુ સત્તુ પીવો છો તો ઈંસુલિન સેલ્સનુ કામ કાજ ઝડપી થાય છે અને પછી આ શરીરમાં પેદા થનારી શુગરને પચાવવુ શરૂ કરી દે છે. સાથે જ આ ડાયાબિટીસના દર્દીઓમાં કબજિયાતની સમસ્યાને પણ ઓછી કરવામાં મદદ કરે છે. જેનાથી શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત આ શરીરમાંથી ગંદકીને ફ્લશ આઉટ કરે છે અને ટૉક્સિનને બહાર કાઢે છે.   
 
ડાયાબિટીસમાં જવનુ સત્તુ ક્યારે પીવુ 
ડાયાબિટીસમાં જવનુ સત્તુ તમારે સવારે ખાલી પેટ પીવુ જોઈએ. સાથે જ આ સત્તુ કુણા પાણીમાં બનાવીને પીવો. તેનાથી આ ઝડપથી કામ કરશે અને ડાયજેશન સારુ બનાવશે.  તેથી જવનુ સત્તુ પીવો અને ડાયાબીટીસ કંટ્રોલ કરો. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર