સ્વીટ કોર્ન મતલબ મકાઈ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. ચોમાસાની ઋતુમાં મોટાભાગે લોકો રસ્તા કિનારે વેચાનારી મકાઈ ખાય છે પણ શુ તમે જાણો છો કે આ તમારા આરોગ્ય માટે કેટલી ખતરનાક હોય છે. ભલે રસ્તા કિનારે મળનારા સેકેલા મકાઈની સુગંધ તમને તમારી તરફ આકર્ષિત કરે પણ આરોગ્યના હિસાબથી તેનુ સેવન ન કરવુ જોઈએ. આજે અમે તમને આવા 5 કારણ બતાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તમારે માર્ગ કિનારે મળનારી મકાઈ ન ખાવી જોઈએ.
રસ્તામાં મળતી મકાઈ ખાવાના નુકશાન
1. રસ્તા કિનારે ઉભેલી લારીની મકાઈ પર માખીઓ ભણભણે છે. જેના કારણે મકાઈમાં અનેક બેક્ટેરિયા અને રોગાણુ રહી જાય છે. આવામાં તેનુ સેવન તમને ગંભીર બીમારીઓનો શિકાર બનાવી શકે છે. તેથી એ વિસ્તારમાંથી મકાઈ ન ખાવ. જ્યા ગંદકી ફેલાય હોય.