ગળાની ખરાશ અને ખાંસી શરદી ઠીક કરીને ઈમ્યુનિટી પણ વધારે છે આ આયુર્વેદિક ઉકાળો

બુધવાર, 21 એપ્રિલ 2021 (16:58 IST)
કોરોના વાયરસના વધતા કેસોને જોતા લોકો કોરોના ગાઈડલાઈંસને ફોલો કરવાની સાથે ઘણા હેલ્થ ટીપ્સ પણ ટ્રાઈ કરી રહ્યા છે. જેનાથી તેની ઈમ્યુનિટી વધી શકે ઈન્યુનિટી વધારવામાં આયુર્વેદિક ઉપાયથી સારું 
નથી. ગળા ખરાબ થતા અને તાવથી ઈમ્યુનિટી નબળી હોય છે. જેનાથી કોરોના ઈંફેકશનનો ખતરો વધી જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે. એક એવો આયુર્વેદિક ઉકાળો જે તમારા ખરાબ ગળાને ઠીક 
કરવાની સાથે તમારી ખાંસી શરદી પણ ઠીક કરી નાખશે. 
 
સામગ્રી 
2 લવિંગ, 2 કપ પાણી, 2  નાની ચમચી આદુંનો રસ, 1 નાની ચમચી કાળી મરી પાઉડર, 3-4 તુલસીના પાન, ચપટી તજ પાઉડર 
 
આ રીતે બનાવો- સૌથી પહેલા મધ્યમ તાપમાં એક પેનમાં પાણી ઉકાળવા માટે રાખો. પાણીમાં ઉકાળ આવતા જ આદુનો રસ અને તુલસીના પાન નાખી ઉકાળો. આદું અને તુલસીને સારી રીતે ઉકળવા દો. આશરે 
 
3-4 મિનિટ પછી કાળી મરી પાઉડર અને લવિંગ નાખો. ધીમા તાપ પર 2 મિનિટ સુધી ઉકાળો અને પછી તાપ બંદ કરી નાખો. તૈયાર છે ગરમાગરમ ઠંડ દૂર કરતો ઉકાળો. ઉપરથી ચપટી તજ પાઉડર પી લેવું.
 
ક્યારે પીવું 
ઘણા લોકોને ખાલી પેટ ઉકાળા પીવાથી પેટની પરેશાનીઓ શરૂ થઈ જાય છે. તેથી સૌથી સેફ રીત છે પછી ઉકાળો પીવું.  તમે દિવસમાં બે વાર ચાની જગ્યા ઉકાળાને પી શકો છો. તમે ઈચ્છો છો તો તેમાં થોડો દૂધ 
નાખી તેને ચા ની રીતે પણ પી શકો છો.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર