Corona ઈંફેક્શનને વધારે છે તમારી આ પાંચ કૉમન ટેવ

બુધવાર, 21 એપ્રિલ 2021 (13:18 IST)
કોરોના વાયરસની બીજી લહેર ખતરનાક રૂપ લઈ રહી છે. આખા દેશથી કેસ સામે આવી રહ્યા છે તેથી આજે દરેક માણસના મનમાં કોવિડ 19ને લઈને એક ડર બેસેલો છે પણ મુશ્કેલ સમયમાં આ ડર પર નિયંત્રણ 
મેળવી તમને માત્ર કેટલીક ટેવની કાળજી રાખવી છે. જેનાથી તમારી ઈમ્યુનિટી મજબૂત રહે અને સંક્રમણનો ખતરો ઓછું થઈ શકે. અમારી નાની-નાની ટેવ કોરોના ઈંફેકશનના કારણે બની શકે છે. એવા કેટલીક 
કૉમન ટેવ તમને જણાવી રહ્યા છે. 
 
બહારથી આવીને હાથ ધોવું 
તમે જ ઘરની બહાર માર્કેટ ગયા છો તો પરત આવીને હાથ જરૂર ધોવું. હાથ ન ધોઈને લોકો કોરોનાના ખતરાને વધારે છે. માર્કેટમાં કોઈ સામાન અડવા કે પછી લોકોના સંપર્કમાં આવવાથી ખતરો વધી જાય છે. 
 
વાર-વાર આંખોને ન અડવું 
આંખ પર હાથ લગાવવું આમ તો આરોગ્ય માટે ઠીક નહી હોય છે. તેમજ કામની વચ્ચે વાર-વાર આંખને અડવાથી ઈંફેકશનનો ખતરો રહે છે. આ ટેવને છોડવા જ સારું છે. 
 
પેકેટને મોઢાથી ખોલવું 
સામાન્ય રીતે લોકોની ટેવ હોય છે કે હાથથી પેકેટ ન ખોલીને તે મોઢાથી પેકેટ ખોલે છે. કોરોના ઈંફેક્શનના કારણ આ પણ હોઈ શકે છે. આ ટેવને છોડવું જ સારું છે. 
 
બપોરે પથારી પર ન રહેવું કે એક્ટિવિટી ન કરવીએ 
પથારી પર બેસીને સતત કામ કરતા રહેવું કે પછી કોઈ ફિજિકલ એક્ટિવિટી ન કરવી. તમારી ઈમ્યુનિટીને નબળું કરે છે તેનાથી ન માત્ર તમારા આરોગ્ય પર ખરાબ અસર પડે છે. કોરોનાના ખતરો પણ વધે છે. 
 
સ્ટ્રીટ ફૂડ કે બહારની વસ્તુઓ ન ખાવું 
તમે શાક ખરીદો કે પછી ફળ તમને લેવાની સાથે જ બહારની વસ્તુઓને ખાવી નહી જોઈએ. તમને ઘર આવીને વસ્તુઓને ધોવાની સાથે હાથ પણ જરૂર ધોવા જોઈએ જેનાથી ખતરો ન વધે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર