Immunity Booster: કડકડતી ઠંડીમાં જાદુઈ પાનનો ઉકાળો તમારી ઈમ્યુનિટીને બનાવશે મજબૂત, બીમારી રહેશે દૂર

મંગળવાર, 1 નવેમ્બર 2022 (15:08 IST)
Immunity Booster: ઠંડીની ઋતુનો અહેસાસ થવા માંડ્યો છે.  શિયાળાની ઋતુમાં ઠંડી વધુ હોવાથી શરીરમાંથી રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થવા માંડે છે. આ દરમિયાન અનેક મોસમી બીમારીઓનો ખતરો વધી જાય છે.  આવામાં આ દરમિયાન તમે ખુદને તમામ બીમારીઓથી દૂર રાખવા માટે આ જાદુઈ પાનનુ સેવન કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ ગિલોયના ઉકાળાની. આ તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે. ગિલોયના પાનનો ઉકાળો તમને શરદી, તાવ અને ફ્લુ જેવી બીમારીઓથી દૂર રાખે છે અને અનેક સંક્રામક બીમારીઓને તમારી પાસે ફડકવા પણ દેતી નથી. 
 
આ રીતે બનાવો ગિલોયનો ઉકાળો 
 
ગિલોયનો ઉકાળો બનાવ વા માટે 1 ફુટ લાંબી ગિલોયનુ થડ લો. 5 થી 6 લીમડાના પાન, 10 થી 12 તુલસીના પાન અને કાળા ગોળની પણ જરૂર પડશે. સૌથી પહેલા ગિલોયના ટુકડા કરીને તેને 4 થી 5 કપ પાણી નાખીને ઉકાળવાનુ છે. ત્યારબાદ તેમા લીમડાના પાન, તુલસીના પાન અને કાળો ગોળ મિક્સ કરીને ગરમ કરવાનો છે.  જ્યારે પાણી અડધુ રહી જાય તો તેને ગાળીને દર્દીને પીવા માટે આપવાનુ છે. 
  
અનેક બીમારીઓમાં છે અસરકારક 
 
ઉલ્લેખનીય છે કે તેનો ઉકાળો ડેંગૂ અને ચિકનગુનિયા સહિત અનેક ગંભીર બીમારીઓમાં ખૂબ જ કારગર સાબિત થાય છે.  ઋતુગત વાયરલ વિરુદ્ધ પણ આ અસરકારક છે. તેના ઉકાળાના સેવનથી શરદી, ખાંસી અને ગળાની ખરાશમાં આરામ મળે છે.  તેનાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે અને સંક્રામક બીમારીઓનો ખતરો ઓછો થાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર