Shoe Bite Hacks: નવા ફુટવિયર પહેરવા દરેકને પસંદ હોય છે, અનેક લોકોને જૂતા અને ચપ્પલનો એટલો શોખ હોય છે કે તે પોતાના કપડા સાથે મેચિંગ જુદા જુદા ફુટવિયર પહેરે છે. પણ ઘણીવાર એવું બને છે કે જ્યારે પણ આપણે નવા જૂતા પહેરીએ છીએ અથવા પછી જ્યારે તમે સેન્ડલ પહેરો છો, ત્યારે તે ત્વચા પર ઘસવવાના કારણે ત્યાં ઘા થાય છે. પહેલા ઘસવાથી ફોલ્લો બને છે અને પછી તે ઘા બની જાય છે. પગના ઘા પણ ઝડપથી રૂઝાતા નથી કારણ કે આપણે દરરોજ ચંપલ કે સેન્ડલ પહેરીને ચાલવું પડે છે. આજે અમે આપને બતાવી રહ્યા છીએ કે જૂતાના કારણે થતા ઘાને કેવી રીતે મટાડી શકાય અને જૂતાના કરડવાથી કેવી રીતે બચાવી શકાય. (Home Remedies For Shoe Bite )