ઉત્તરાખંડના પર્વત પર ખીલનારુ લાલ બુરાંશનુ ફુલ ન જોવામાં તો સુંદર છે પણ સાથે જ તેના આરોગ્યપ્રદ અનેક ફાયદા છે. ગરમીમા લૂ, ખાંસી તાવ જેવી બીમારીઓને દૂર ભગાડવા માટે આ દવા જેવુ જ કામ કરે છે. બુરાંશના ફુલથી તૈયાર જ્યુસ અને અન્ય ઉત્પાદોનુ સેવન કરવાથી તમારા દિલનુ આરોગ્ય સારુ રહેવા સાથે જ શરીરમાં લોહીની કમી પણ દૂર થાય છે. આવો જાણીએ આ ફુલના જાદુઈ ઔષધીય ગુણ
કોલેસ્ટ્રોલ જ નહી બ્લડ પ્રેશર પણ કરે છે કંટ્રોલ - બુરાંશના ફુલ હ્રદય રોગીઓને માટે જ ફાયદાકારી નથી પણ આનુ નિયમિત સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને પણ રાહત મળે છે. બુરાંશના જ્યુસમાં પૉલી ફૈટી એસિડની માત્રા વધુ હોવાને કારણે આ શરીરમાં જઈને વધુ કોલેસ્ટ્રોલ બનવા દેતા નથી. જેને કાર્ણે વ્યક્તિને હ્રદય સંબંધી બીમારીઓ થવાનો ખતરો ખૂબ ઓછો રહે છે
બદલતી ઋતુમાં તમને રાખશે ફીટ
આ ફુલમાં રહેલ વિટામીન બી કૉમ્પ્લેક્ષને કારણે બદલતી ઋતુમાં થનારી અનેક બીમારીઓ જેવી કે ખાંસી તાવમાં બુરાંશનુ જ્યુસ દવા જેવુ કામ કરે છે.