Benefits Of Curry Powder : ડાયેટમા કરી પાવડર સામેલ કરવાથી મળશે આ આશ્ચર્યજનક ફાયદા

શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (09:56 IST)
કરી પાવડર સામાન્ય રીતે ભારતીય ઘરેલુ વાનગીઓમાં વપરાય છે. આ માત્ર ભોજનમાં સ્વાદ વધારવા ઉપરાંત આ મસાલામાં રહેલી સામગ્રીના પણ ઘણા સ્વાસ્થ્ય લાભો છે. આ મસાલાઓમાં સામાન્ય રીતે હળદર, લાલ મરચાનો પાવડર, વાટેલુ જીરુ, વાટેલા ધાણાનો પાવડર, વાટેલા આદુ અને વાટેલા કાળા મરીનો સમાવેશ થાય છે. આ બધા સુપરફુડ છે, અને જ્યારે કરીમાં સેવન કરવામાં આવે છે તો તેના અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. 
 
હળદરમાં કરક્યુમિન નામનું તત્વ હોય છે. તેમાં એંટી ઈફ્લેમેટરી વિરોધી ગુણધર્મો અને એન્ટીઓકિસડેંટ હોય છે. તે ડાયાબિટીસ અને અલ્ઝાઇમરથી કેન્સર સુધીના ઘણા રોગોને રોકી શકે છે. મસાલાનુ મિશ્રણ પાચનમાં પણ મદદ કરે છે. જીરુ અને કાળા મરીમાં આમા સૌથી વધુ લાભકારી તત્વો છે. આદુ અને ધાણામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તમે મોટાભાગના ભારતીય શાકભાજીમાં કરી પાવડરનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તેનો ઉપયોગ કરવાની સરળ રીત છે કે તમે તેને સૂપમાં મિક્સ કરો. 
 
કરી પાવડરના ફાયદા
 
લિવરમાંથી ટોક્સીન બહાર કરે છે 
 
કરક્યુમિન હળદરનું સૌથી મહત્વનું તત્વ છે. આ લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે ફ્રી રેડિકલ્સથી થનારા નુકશાનથી બચવામાં મદદ કરે છે, જે લિવરમાં બળતરા, કેન્સર અને ટ્યુમર વૃદ્ધિનું કારણ બની શકે છે.
 
હ્રદય માટે લાભકારી 
 
હૃદય રોગ સૌથી ખતરનાક અને સામાન્ય રોગોમાંનો એક છે. કરી પાવડરમાં જોવા મળતા બે ઘટકો ઈલાયચી અને મીઠી તુલસી બંને વાસોડિલેટર છે. તેઓ પ્રોટીનને અસર કરે છે, જે રક્તવાહિનીઓમાં તણાવ ઘટાડે છે. આ બ્લડ પ્રેશર ઘટાડે છે, જેનાથી એથેરોસ્ક્લેરોસિસ, હાર્ટ એટેક અને સ્ટ્રોક સહિત અનેક હ્રદય સંબંધી બિમારીઓની શક્યતા ઓછી થઈ જાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર