Health News : ભાત, બટાકા સહિતના આ 10 ફુડ્સ જે તમને બનાવી રહ્યા છે Diabetes રોગી

ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (07:45 IST)
ગ્લાયસેમિક ઈંડેક્સ (Glycemic index) એક આતંરરાષ્ટ્રીય વેલ્યુ છે જેને કોઈ ખાદ્ય પદાર્થના સેવન પછી બ્લદ શુગર લેવલ (Blood Sugar) માં વધારો થતા માપવામાં આવે છે. સામાન્ય રીતે માણસનુ ગ્લાઈસેમિક ઈંડેક્સ 50થી ઓછુ હોવુ જઓઈએ. આ માટે એવા ખોરાકને લેવાનુ કહેવામાં અવે છે જે તમારા ગ્લાઈસેમિક ઈંડેક્સને મેંટેન કરે. આવો જાણીએ 10 ફુડસ જે તમને બનાવી શકે છે ડાયાબિટીઝના રોગી. 10 ફુડ્સ જે ડાયાબિટીઝના દર્દીઓ માટે છે ખતરનાક. 


 
 
 

સફેદ ચોખા: સફેદ ચોખામાં 89 ગ્લાયસેમિક ઇન્ડેક્સ(GI value) હોય છે જે લોહીમાં ખાંડની માત્રાને ઘણી હદ સુધી વધારી શકે છે. તેથી જ સફેદ ચોખાને ન લેવાની  સલાહ આપવામાં આવે છે. ડાયાબિટીઝના દર્દીની આનાથી બનાવેલ પદાર્થ જેવા કે ફ્રાઈડ રાઈસ, બિરયાની, પુલાવ જેવા વ્યંજનોને જેટલા જલ્દી છોડી દે તેટલુ સારુ રહેશે. 
 
ફ્રુટ જ્યુસ કે મિલ્ક શેક -  આ ઉપરાંત, ફળોનો રસ ન પીવાની સલાહ આપવામાં આવે છે. તેના બદલે તાજા ફળો ખાવા જોઈએ, કેટલીક આવી જ સલાહ મિલ્ક શેક પર પણ લાગૂ થાય છે. 
 
માંસનું સેવન: લાલ માંસમાં ચરબી વધારે હોય છે. સાથે જ, પ્રોસેસ્ડ માંસમાં સોડિયમ વધુ માત્રામાં જોવા મળે છે. જે ડાયાબિટીઝના દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ  શકે છે. આ  હ્રદયરોગનું કારણ પણ બની શકે છે.
 
ફળોનુ સેવન : ફળ સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે સારા  માનવામાં આવે છે, પરંતુ કેટલાક ફળો બ્લડ શુગરનું પ્રમાણ વધારી પણ  શકે છે. જે ડાયાબિટીઝના દર્દીઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે   ઘણા ફળોમાં ગ્લાઈસેમિક ઇન્ડેક્સચ્ચ ઉચ્ચ પ્રમાણમાં માત્રામાં જોવા મળે છે. જેવા કે તરબૂચ, ચીકુ, અનાનાસ, કેળા, કેરી, કિશમિશ 
 
શાકભાજી: ફળો જ નહીં, કેટલીક શાકભાજીઓમાં ઉચ્ચ ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે, જેનાથી ડાયાબિટીસના દર્દીઓએ દૂર રહેવુ જોઈએ. આમાં આ 3 શાકભાજીનો સમાવેશ છે. જેવી કે બટાકા, બીટ
 
ખાંડ, મીઠું: મોટાભાગના લોકો ખાંડ ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેમાં કેલોરી, કાર્બોહાઈડ્રેટ, ચરબી અને સોડિયમની માત્રા વધુ હોય છે. જે ડાયાબિટીઝની જટિલતા વધારી શકે છે.  આવું જ કંઈક સફેદ મીઠામાં થાય છે.
 
બેકરી ઉત્પાદનો: વધુ પકવેલા ફૂડ પ્રોડક્ટ્સ, જેમ કે બ્રેડ, બન્સ, કેક, બિસ્કીટ અને કૂકીઝ સામાન્ય રીતે સફેદ લોટ અથવા મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે. જેમાં ગ્લાયસેમિક  ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ વધારે છે. એટલું જ નહીં, જ્યારે આ ખાદ્ય પદાર્થોમાં ખાંડ અને માખણ અથવા તેલ ભળી જાય છે, ત્યારે તે વધુ ઝેરી થઈ જાય છે. ડાયાબિટીઝના દર્દીઓમાં આ કેલરીની માત્રા વધારી શકે છે, ચરબી, ડાયાબિટીસ વગેરે પણ વધી શકે છે. 
 
ફ્રાઈડ ફુડ્સ : ફ્રાઈડ ફુડ જેવા કે ફ્રાઈડ ફિશ, મીટ અને ફ્રેંચ ફ્રાઈડ, ફ્રાઈડ ફિશ, જેવા ખોરાકમાં ચરબી, કેલરી અને કાર્બોહાઈડ્રેટનો વધુ પ્રમાણ હોય છે. તેનાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધે છે. જે આપણા ડાયાબિટીસથી લઈને હૃદયરોગ માટે જીવલેણ સાબિત થઈ શકે છે
 
આલ્કોહોલ: આલ્કોહોલ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે અથવા સંપૂર્ણપણે ઘટાડે છે. બંને સ્થિતિમાં તે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી, ડાયાબિટીઝના દર્દીઓએ દારૂ છોડવાની વિશેષ સલાહ આપવામાં આવે છે.
 
એક અધ્યયન મુજબ, એક ગ્લાસ બિયર પીવાથી બ્લડ શુગર લેવલ વધીને 3 કપ આઇસક્રીમની બરાબર  થાય છે. બિયરનું ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ખૂબ વધારે છે. તેમાં 110 છે,અને આઈસ્ક્રીમમાં 41  ગ્લાઈસેમિક ઇન્ડેક્સ હોય છે.
 
ફાસ્ટ ફૂડ: બર્ગર, પીઝા અને ફ્રાઈડ રાઈસ જેવા ફાસ્ટ ફૂડનો ટ્રેન્ડ વધ્યો છે. અને ખરુ જોવા જઈએ તો વિદેશથી લઈને આપણા દેશમાં ડાયાબિટીસ વધવાનું એક કારણ છે. ખરેખર, આવા ફાસ્ટ ફૂડમાં ઉચ્ચ કેલરી, ઉચ્ચ ચરબી અને ઉચ્ચ કાર્બોહાઇડ્રેટની માત્રા જોવા મળે છે,જે આપબા બ્લડમાં ગ્લુકોઝ વધારવાનુ સૌથી મોટુ કારણ બની શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર