રોજ Grapes ખાશો તો આંખો રહેશે સ્વસ્થ...જાણો બીજા ફાયદા

સોમવાર, 12 માર્ચ 2018 (10:19 IST)
- દરરોજ  દ્રાક્ષ  ખાવાથી આંખોની તંદુરસ્તી જળવાઈ રહેશે. . દ્રાક્ષ  ખાવાથી રેટિના કેટલાક દુષ્પ્રભાવથી બચી રહે છે. રેટિના આંખનો એ ભાગ છે. જે રોશની ઉપર પ્રતિક્રિયા આપે છે . 
 
- મોંની કડવાશ, ઉધરસ, થાક, તરસ, દમ, અવાજ બેસી જવો, ક્ષયરોગ, કમળો, તાવ, વાતરક્ત, પેશાબની રૂકાવટ, બળતરા વગેરેમાં દ્રાક્ષ સારી છે.
- આ સિવાય અમ્લપિત્ત, લોહી બગાડ, કબજિયાત, ચામડીના રોગો, શરીર અને પેશાબની બળતરામાં કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી સાકર સાથે લેવી. મોં આવી ગયું હોય તો મોંમાં કાળી દ્રાક્ષ રાખી ચૂસ્યા કરવાથી મોંના ચાંદાં મટી જાય છે.
 
- દ્રાક્ષ એન્ટી ઓકિસડન્ટ છે, તેમજ તેમાં હાઈ ફાઈબર અને હાઈ આયર્નની સાથે સાથે વિટામિન પણ સારા પ્રમાણમાં મળે છે, દ્રાક્ષ ખાવાથી શરીરમાં કોઈ પ્રકારની ખોટ નથી પડતી.
 
દ્રાક્ષનો દ્રાક્ષાસવ ખોરાકનું પાચન કરવા અને ભૂખ લગાડવામાં ખૂબ પ્રચલિત છે. તે ઉધરસ, દમ, ટી. બી. વગેરેમાં સારો છે અને શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક છે.
લીલી દ્રાક્ષનો રસ સાકર સાથે મેળવીને લેવાથી શરીરની બળતરા મટે છે અને ગરમાળાનો ગોળ અને કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી તાવમાં રાહત થાય છે.
 
બ્રેસ્ટ કેન્સરમાં દ્રાક્ષ ફાયદાકારક રહે છે. દ્રાક્ષ શરીરનો કચરો બહાર કાઢવામાં પણ મદદરૂપ છે અને સ્કીન માટે પણ તે ઘણી સારી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર