Diet Fitness - દૂધ અને કેળા એકસાથે ન ખાશો.. નહી તો થશે આ બીમારીઓ
રવિવાર, 18 ડિસેમ્બર 2022 (04:34 IST)
આપણને બધાને મિલ્કશેક અને સ્મૂધીઝ પસંદ હોય છે. ગરમીના દિવસોમાં મોસમી ફળ અને દૂધનુ મિશ્રણ ઠંડક પહોંચાડે છે. ભોજન વચ્ચે પેયના રૂપમાં બનાના મિલ્કશેક (કેળાનુ શેક) કોણે નથી ગમતુ ? જો કે આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ કેળા અને દૂધનુ એક સાથે સેવન કરવુ સ્વાસ્થ્ય માટે સારુ નથી હોતુ. જી હા તમે સાચુ કહ્યુ. જોકે ઘણા વર્ષોથી કેળા અને દૂધના મિશ્રણથી બનેલ ઠંડા મિલ્કશેકનુ સેવન કરવામાં આવતુ રહ્યુ છે પણ તેનાથી તમારા સ્વાસ્થ્યને ખૂબ નુકશાન થઈ શકે છે. આવો જાણીએ આ સચ્ચાઈ પાછળ શુ તથ્ય છે અને બધી શંકાઓનુ સમાધાન કરો.
અમે અહી નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સલાહ વિશે બતાવી રહ્યા છીએ જેથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહો
કેળા અને દૂધનું સંયોજન - સારુ કે ખરાબ ? દૂધ અને કેળાનુ મિશ્રણ શરીરને ખૂબ નુકશાન પહોંચાડે છે. જો તમે બંનેનુ સેવન કરવા માંગતા હોય તો પહેલા દૂધ પીવો અને તેના 20 મિનિટ પછી કેળા ખાવ.
ન પીશો બનાના મિલ્ક શેક - ઉલ્લેખનીય છે કે તમારે બનાના મિલ્કશેકનુ સેવન પણ ન કરવુ જોઈએ કારણ કે આ પાચનની પ્રક્રિયામાં અવરોધ નાખે છે અને તમારી ઊંઘની પૈટર્નને બગાડે છે.
વજન વધારવુ હોય તો ખાવ દૂધ કેળા - તેનાથી ઊંધુ અમારા નિષ્ણાતો અને મૈક્રોબાયોટિક હેલ્શ કોચ કહે છે કે કેળા અને દૂધનુ સંયોજન બોડી બિલ્ડર્સ કે એવા લોકો માટે સારુ હોય છે જે વજન વધારવા માંગે છે.. અને જેમને વધુ તીવ્રતાવાળા કામ માટે ઉર્જાની જરૂર પડે છે.
અસ્થમાંવાળા ન ખાય આને - જો કે આ સલાહ એ લોકોને નથી આપવામાં આવતી જે અસ્થમા જેવી બીમારીથી ગ્રસ્ત છે. કારણ કે આ કફ બનાવે છે જેને કારણે શ્વસન સંબંધી સમસ્યા થઈ શકે છે.
શુ કહે છે આયુર્વેદ ? જ્યા સુધી આયુર્વેદનો સવાલ છે. દરેક ખાદ્ય પદાર્થને પોતાનો સ્વાદ(રસ) પાચન પછી પરિણામ અને ગરમ અને ઠંડી ઉર્જા (વીર્ય) હોય છે. તેથી કોઈ વ્યક્તિ અગ્નિ કે ગૈસ્ટ્રિક આગથી આ નક્કી થાય છે કે ભોજન કેટલુ સારી રીતે કે ખરાબ રીતે પચે છે અને ખાદ્ય પદાર્થનો યોગ્ય સંયોજન ખૂબ જરૂરી છે. આર્યુવેદ મુજબ કેળુ અને દૂધ સૌથી અસંગત ખાદ્ય પદાર્થોની યાદીમાં આવે છે.
શુ કહે છે કે આયુર્વેદિકના પુસ્તક ધ કમ્પલીટ બુક ઓફ આયુર્વૈદિક હોમ રિમેડીઝ મુજબ વાસન લાડ દ્વારા લિખિત અ કોમ્પ્રિહેંસિવ ગાઈડ ટૂ એન્શિયંટ હીલિંગ મુજબ બનાના મિલ્કશેક અને દૂધ નાખીને બનેલ ફ્રૂટ સ્મુધીઝનુ સેવન ન કરવુ જોઈએ. સાઈનસ શરદી અને કફની સમસ્યા હોય થઈ શકે છે. દૂધ સાથે કેળા ખાવાથી જઠર અગ્નિ શાંત થાય છે. ટોક્સિંસ ઉત્પન્ન થાય છે જેનાથી સાઈનસ શરદી કફ અને એલર્જીની સમસ્યા થઈ શકે છે. અનેક બીમારીઓ થઈ શકે છે. આ પાચનન અગ્નિને શાંત કરી દે છે અને આંતરડામાં અવરોધ પહોંચાડે છે. જેને કારણે જકડન, શરદી ખાંસી, રેશેસ અને એલર્જી જેવી સમસ્યાઓ થાય છે. આ શરીરમાં નકારાત્મક પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. અતિરિક્ત પાણી ઉત્પન્ન કરે છે. શરીરના રસ્તાને અવરુદ્ધ કરે છે. દિલની બીમારીની શક્યતા વધારે છે. તેનાથી ઉલ્ટી અને ઝાડા પણ થઈ શકે છે.
તો પછી આનુ સેવન કરવુ કે નહી ? અમારા વિશેષજ્ઞો મુજબ કેળા અને દૂધ એકસાથે ન ખાવા જોઈએ અને તેનાસ્થી સ્વાસ્થ્યને ગંભીર નુકશાન થઈ શકે હ્ચે. તેથી કેળાને દૂધ સાથે મિક્સ ન કરો તેને જુદા જુદા ખાવ. બંનેના પોતાની વિશેષ ગુણ છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. જો કે બંનેને મિક્સ કરવાથી આ ગુણ નષ્ટ થઈ જાય છે અને શરીરમાં બીમારી ઉત્પન્ન કરે છે.