30 દિવસ સુધી દરરોજ ખાવ એક કેળું, સુધરી જશે પેટની હાલત અને અનેક રોગો થશે દૂર

મંગળવાર, 10 સપ્ટેમ્બર 2024 (00:19 IST)
કેરી ભલે ફળોનો રાજા હોય પરંતુ વર્ષના 12 મહિના સરળતાથી મળી રહેતું કેળું કોઈનાથી  ઓછું નથી. કેળા સ્વાદમાં ખૂબ જ મધુર, ઉર્જાથી ભરપૂર અને સૌથી સસ્તા ફળોમાં ગણાય છે. રોજ કેળા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આરોગ્ય નિષ્ણાતો દરરોજ ઓછામાં ઓછું એક કેળું ખાવાની ભલામણ કરે છે....કેળા એ વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર છે. આ જ કારણ છે કે કેળાને ફાયદાકારક ફળ માનવામાં આવે છે. પાકેલું કેળું ખાસ કરીને પેટ માટે કોઈ દવાથી ઓછું નથી. ચાલો જાણીએ જો તમે રોજ 1 કેળું ખાઓ છો તો તેનાથી શરીરને શું ફાયદા થાય છે?...
 
કેળામાં કયા પોષક તત્વો જોવા મળે છે?
વિટામિન A, વિટામિન C, વિટામિન B6, પોટેશિયમ, સોડિયમ, આયર્ન અને અન્ય ઘણા જરૂરી એન્ટીઑકિસડન્ટો પણ કેળામાં જોવા મળે છે. કેળા એ ઉચ્ચ કેલરીવાળો ખોરાક છે જે શરીરને ત્વરિત ઉર્જા પ્રદાન કરે છે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, મેગ્નેશિયમ, કોપર જેવા જરૂરી પોષક તત્વો કેળામાં જોવા મળે છે.
 
રોજ 1 કેળું ખાવાના ફાયદા
પાચન સુધારે છે- જો તમે રોજ 1-2 પાકેલા કેળા ખાઓ છો તો તે પેટ અને પાચન સંબંધી સમસ્યાઓથી રાહત આપે છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તેને ખાવાથી કબજિયાતની સમસ્યાને ઓછી કરી શકાય છે.
 
બ્લડ પ્રેશર નિયંત્રણઃ- કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે દરરોજ 1-2 કેળા ખાઓ તો તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બીપીના દર્દીઓ માટે કેળું ખાવું ફાયદાકારક માનવામાં આવે છે.
 
ઈમ્યુનીટી વધારે  - કેળાને પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે. કેળા ખાવાથી શરીર સ્વસ્થ અને મજબૂત બને છે. કેળા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરે છે. કેળામાં વિટામિન સી, એ અને ફોલેટ મળી આવે છે, જે  ઈમ્યુનીટી વધારે છે.
 
હાડકાં  બનાવે મજબુત  -  જો તમને હાડકાં સંબંધિત સમસ્યા છે તો તમારા આહારમાં કેળાનો સમાવેશ કરો. કેળા ખાવાથી શરીરને મેગ્નેશિયમ અને કેલ્શિયમ મળે છે જે હાડકાના સ્વાસ્થ્યને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે કેળાને દૂધ સાથે ખાઓ તો તે વધુ ફાયદાકારક બને છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર