Earth Day 2021- પૃથ્વીને સુરક્ષિત રાખવા માટે જરૂર લગાવો ઝાડ-છોડ મળશે ઑક્સીજન
ગુરુવાર, 22 એપ્રિલ 2021 (06:31 IST)
પૃથ્વી પર રહેલ બધા જીવ-જંતુઓ અને ઝાડ-છોડને બચાવવા અને દુનિયાભરમાં પર્યાવરણના પ્રત્યે લોકોને જાગરૂક કરવા માટે દરેક વર્ષ 22 એપ્રિલને પૃથ્વી દિવસ(Earth Day) ગણાય છે. વર્ષ
1970માં શરૂ કરી આ પરંપરાને 192 દેશોમાં અજમાવીએ અને આજના આશરે આખી દુનિયામાં દર વર્ષ પૃથ્વી દિવસના અવસર પર પર્યાવરણની સુરક્ષા લઈને સંક્લ્પ લેવાય છે. જે રીતે કોરોના મહામારીના
કારણે લોકો પરેશાન નજર આવી રહ્યા છે. તેથી પૃથ્વીને બચાવીને રાખવું ખૂબ જરૂરી થઈ ગયુ છે. પૃથ્વીને સુરક્ષિત રાખવા રોગોથી બચાવી રાખવા અને સુંદર બનાવવા માટે ઝાડ-છોડ લગાવવું ખૂબ જ જરૂરી ઝાડ-છોડ આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયક હોય છે. આવો જણાવીએ કે પૃથ્વી દિવસ પર ઝાડ-છોડ લગાવવાથી શું ફાયદા થઈ શકે છે.
ઝાડ-છોડ લગાવવાના ફાયદા
ઑક્સીજનનો સોર્સ
ઝાડ લગાવવાથી પહેલા અને સૌથી મહત્વપૂર્ણ લાભ આ છે કે તે કાર્બન ડાઈઓક્સાઈડ અને શ્વાસ લેવા માટે જરૂરી ઑક્સીજનનો અવર-જવર કરે છે. પર્યાવરણમાં ઓક્સીજનની જરૂર બધાને હોય છે. ઝાડ-છોડ
જરૂર લગાવવું જોઈએ.
હાનિકારક ગૈસને અવશોષિત કરે છે
ઝાડ ન માત્ર કાર્બનડાઈઓક્સાઈડ લે છે. પણ વાતાવરણથી ઘણા બીજા હાનિકારક ગૈસને પણ અવશોષિત કરે છે. જેનાથી વાતાવરણને તાજગી મળે છે. વાહનો અને ઔધોગિક ફેક્ટ્રીઓથી ઘણું પ્રદૂષણ નિકળે છે.
તેથી વધારે ઝાડ લગાવવાથી પ્રદૂષિત હવાથી છુટકારો મેળવામાં મદદ મળે છે.
જળવાયુને શાંત રાખે છે
ઝાડ છોડ પર્યાવરણને શાંત રાખવામાં મદદ કરે છે. તે ગરમીના અસરને ઓછુ કરવામાં મદદ કરે છે.
આશ્રય આપે છે
પંખી ઝાડ પર માળાનો નિર્માણ કરે છે જેનાથી તેણે આશ્રય મળે છે. તેમજ ઝાડ કરોડિયા, વાનર , કાગડા અને જાનવરોમી બીજી પ્રજાતિઓ માટે પણ ઘર હોય છે.
ભોજન આપે છે
ઝાડ પર ફળ લાગે છે જે પંખીઓ, જાનવરો અને માણસોને ભોજન હોય છે. ગાય, બકરી અને બીજા શાકાહારી જાનવર પણ ઝાડના પાન ખાય છે. તેથી ઝાડ-છોડ જરૂર લગાવવો જોઈએ.
વાયુ અને જળ પ્રદૂષણ નિયંત્રિત કરે છે.
ઝાડ-છોડ વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે હાનિકારક ગૈસને ન માત્ર અવશોષિત કરે છે પણ જળ પ્રદૂષણને પણ નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.