શુ આપ જાણો છો કે સારા આરોગ્ય માટે કંઈ બ્રેડ ખાવી જોઈએ ?

સોમવાર, 23 જુલાઈ 2018 (17:35 IST)
ભાગદોડ ભરેલી લાઈફને કારણે મોટાભાગના લોકો સવારે બ્રેડ-બટર કે બ્રેડ-જેમ ખાવુ જ પસંદ કર છે. બ્રેડ બટર આ મારોડન લાઈફસ્ટાઈલનુ ઈજી ટૂ ઈટ બ્રેકફાસ્ટ બની ચુક્યુ છે. સુપરમાર્કેટમાં તમને બ્રેડની અનેક વેરાયટી મળી જશે. બ્રેડને બનાવવા માટે લોટ પાણી ખમીર કે અન્ય કોઈ ફુલવાની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.  તેને પરસ્પર મિક્સ કરીનેબેક કરવામાં આવે છે પણ શુ આપ જાણો છો કે તમારા આરોગ્ય માટે કંઈ બ્રેડ સારી છે. આજે અમે તમને બતાવીશુ કે આરોગ્ય માટે તમારે કઈ બ્રેડનુ સેવન કરવુ જોઈએ અને કંઈ બ્રેડ એવોઈડ કરવી જોઈએ. 
 
1. વ્હાઈટ  બ્રેડ - ડોક્ટર્સ મોટાભાગે બ્રાઉન બ્રેડ ખાવાની સલાહ આપે છે.  પણ આરોગ્ય માટે સફેદ બ્રેડ પણ એટલી જ સારી છે. લો કેલોરી, કેલ્શિયમ, ફાઈબર, આયરન અને મેગ્નેશિયમથી ભરપૂર હોવાને કારણે તેનુ સેવન આરોગ્ય માટે સારુ હોય છે.  આ ઉપરાંત કિડની પ્રોબ્લેમ, બ્લડ શુગર, લીવર ડીસીઝથી પણ બચાવે છે. પણ આનુ વધુ સેવન આરોગ્ય માટે ખતરનાક પણ હોય છે. 
 
2. બ્રાઉન બ્રેડ - બ્રાઉન બ્રેડ ન્યૂટ્રીશયસ, વિટામિંસ અને ફાઈબર હોય છે.  જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એટલુ જ નહી બ્રાઉન બ્રેડનુ સેવન વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે. 
 
3. ગ્લૂટન ફ્રી બ્રેડ - આ એ લોક માટે બનાવાય છે જેમણે ગ્લૂટોન હજમ નથી થતુ. આ બ્રેડને બનાવવા માટે ચોખા, બદામ, બટાકા અને મકાઈનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્યપ્રદ રહેવા માટે પણ ગ્લૂટન ફ્રી બ્રેડ ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ તેનુ વધુ સેવન ન કરો. 
 
4. હોલ વીટ બ્રેડ - લોટથી બનાવેલ આ બ્રેડનુ સેવ્ન પણ આરોગ્ય માટે સારુ હોય છે. આ બ્રેડમાં વિટામિન બી, ઈ, ફોસ્ફરસ, આયરન, ફાઈબર અને જિંક હોય હ્ચે. જે મગજને સ્ટ્રોગ રાખવાની સાથે સાથે વજન પણ ઓછુ કરે છે. 
 
5. મલ્ટિગ્રેન બ્રેડ - ટેસ્ટના હિસાબથી તો તમે કોઈપણ બ્રેડ ખાઈ શકો છો પણ પોષણની વાત કરીએ તો મલ્ટિગ્રેન બ્રેડ બીજી બ્રેડથી સારી છે. તેમા પોષણ વધુ હોય છે અને તે પચવામાં હલકી હોય છે.  તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે. 
 
6. સેંચવિચ બ્રેડ - બજારમાં મળતી મોટાભાગની સેંડવિચ બ્રેડ ફ્રુકટોસ શુગરની માત્રા વધુ હોય છે. તેને બનાવવામાં ઉપયોગમાં લેનારા અનાજમાં નુકશાનદાયક ફાઈટિક એસિડ પણ હોય છે. જે શરીરમાં કેલ્શિયમ આયર અને જિંકને શોષવાની પ્રક્રિયાને રોકે છે. તેથી તેનુ સેવન સમજી વિચારીને કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર