ઉનાળામાં દહી-ભાત ખાવા હેલ્થ માટે કેમ છે લાભકારી ? જાણો ડાયેટીશીયન પાસેથી પૂરી જાણકારી

ગુરુવાર, 2 મે 2024 (00:40 IST)
curd rice
ગુજરાતનાં શહેરોમાં ગરમી ચરમસીમા પર છે, તાપમાન 30ને પાર થઈ ગયું છે. લોકો ડીહાઈડ્રેશનનો શિકાર બની રહ્યા છે. આ ઋતુમાં સૌથી મોટી સમસ્યા ખોરાક અને પાચનને લગતી હોય છે. એક્સપર્ટ મુજબ જો તમે આ ઋતુમાં ડીહાઈડ્રેશન અને એનર્જીની કમી જેવી સમસ્યાઓથી બચવા ઈચ્છો છો તો ખૂબ  પાણી પીઓ સાથે જ  તમારા આહાર પર પણ ખાસ ધ્યાન આપો. તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે તમારા શરીરને ઠંડક આપે. આવી સ્થિતિમાં, આ બધી સમસ્યાઓ ઘટાડવા માટે, તમે તમારા લંચમાં દહીં ભાતનું(Curd Rice) સેવન શરૂ કરી શકો છો. ઉનાળામાં દહીં ભાત શા માટે ખાવા જોઈએ અને તેના સ્વાસ્થ્ય માટે શું ફાયદા છે? આવો જાણીએ. 
 
'ઉનાળાની ઋતુમાં લંચમાં દહીં ભાત ખાવા એ એક ઉત્તમ વિકલ્પ છે. દહીં સાથે ભાતનું કોમ્બીનેશણ તમારું ડાયજેશન સુધારે છે.  ઉલ્લેખનીય છે કે દહીંમાં લેક્ટોઝ અને પ્રોબાયોટીક્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે તમારી પાચનતંત્રને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, આ ભેજવાળી ઋતુમાં તેનું સેવન કરવાથી બીજા અનેક લાભ પણ થાય છે.
 આ સમસ્યાઓમાં અસરકારક છે દહીં ભાત - 
 
- દહીં ભાતનું સેવન કરવાથી તમારી પાચનક્રિયા સુધરે છે અને તમને અપચાની સમસ્યા થતી  નથી 
 
- દહીં ભાતનું સેવન  તમારી લો  ઈમ્યુંનીટીને બુસ્ટ કરે છે  અને સ્ટેમિના વધારે છે.
 
-જો તમે મેટાબોલિઝમ વધારવા માંગો છો તો તમારા આહારમાં દહીં ભાતનું સેવન કરવું શરૂ કરો.
 
- દહીં ભાત ખાવાથી તમને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે અને તમે દિવસભર એનર્જીથી ભરપૂર રહો છો.
 
- દહીં ભાતનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે જેનાથી સારી ઊંઘ આવે છે.
 
- દહીં ભાતનું સેવન કરવાથી તમારું વજન સરળતાથી ઘટાડી શકાય છે.
 
- દહીં ભાતનું સેવન તમારા શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે.
 
કેવી રીતે બનાવશો દહીં ભાત ?
પ્રોબાયોટિક લંચ તૈયાર કરવા માટે ઘરે જ ભાત બનાવો તમે બજારમાંથી દહીં ખરીદી શકો છો, પરંતુ ઘરે બનાવેલું દહીં તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. દહીંમાં થોડું સેઘાલૂણ મિક્સ કરો અને તેને ભાત સાથે ખાવ. આનું સેવન કરવાથી તમને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર